સ્પોર્ટસ

India’s Squad for Zimbabwe T20I: ભારતીય ટીમની જાહેરાત, ગિલ કેપ્ટન

ટીમ ઈન્ડિયામાં ચાર ખેલાડીઓને પહેલી વાર તક મળી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ) એ ટી-20 વર્લ્ડ કપ 2024 દરમિયાન ઝિમ્બાબ્વે પ્રવાસ (India’s Squad for Zimbabwe T20I) માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની ટી-20 સીરીઝ 6 જૂલાઈથી શરૂ થશે. શુભમન ગિલને ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.

રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ જેવા તમામ વરિષ્ઠ ખેલાડીઓને આ પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો છે. બીસીસીઆઈની પસંદગી સમિતિએ પ્રથમ વખત ટીમમાં અભિષેક શર્મા, રિયાન પરાગ, નીતિશ રેડ્ડી અને તુષાર દેશપાંડેને સામેલ કર્યા છે. આ તમામ ખેલાડીઓ પ્રથમ વખત ભારતીય ટીમ સાથે જોડાશે.

બીસીસીઆઇએ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે લગભગ તમામ સિનિયર ખેલાડીઓને આરામ આપ્યો છે. સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, વિરાટ કોહલી અને રોહિત શર્મા આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાનો ભાગ રહેશે નહીં.

આ પણ વાંચો : Indian cricket team: T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાને મળશે નવો કેપ્ટન, આ યુવા ખેલાડીને સોંપાશે કમાન?

આઇપીએલ 2024માં શાનદાર પ્રદર્શન કરનારા ઘણા ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યા છે. તેમાં ઋતુરાજ ગાયકવાડ, રિંકુ સિંહ, સંજુ સેમસન, ધ્રુવ ઝુરેલ, અવેશ ખાન, મુકેશ કુમાર અને રવિ બિશ્નોઈનો સમાવેશ થાય છે. બીસીસીઆઇએ ઝિમ્બાબ્વેમાં નવી ભારતીય ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે.

શુભમન ગિલ, અવેશ ખાન, રિંકુ સિંહ અને ખલીલ અહેમદને ટી-20 વર્લ્ડ કપ માટે રિઝર્વ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તેઓ મુખ્ય ટીમનો ભાગ ન હતા. ગિલ, રિંકુ, અવેશ અને ખલીલને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. આઇપીએલ 2024માં શાનદાર પ્રદર્શન કરનારા અભિષેક શર્મા, રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડીને ટીમમાં સ્થાન મળ્યું છે.
ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ ઝુરેલ (વિકેટકીપર), નીતિશ રેડ્ડી, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન , ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ