સ્પોર્ટસ

અન્ડર-19 વર્લ્ડ કપમાં આજે ભારતની સેમિ ફાઈનલ, અફઘાનિસ્તાન સામે 10-2નો જીત-હારનો રેશિયો

હરારે: ઝિમ્બાબ્વેના બુલવૅયો શહેરમાં ભારતે મેન્સ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ (world cup) ટૂર્નામેન્ટમાં ખૂબ જ સારું પર્ફોર્મ કર્યા બાદ હવે આજે હરારે (Harare)માં ભારત (India)નો સેમિ ફાઈનલ (બપોરે 1.00 વાગ્યાથી) અફઘાનિસ્તાન સામે મુકાબલો છે જેમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને બૅટિંગ લીધી છે.

જુનિયર ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામે ભારતનો 10-2નો જીત-હારનો રેશિયો છે એટલે આજે ભારત જીતવા માટે ફેવરિટ છે.

મંગળવારે ઇંગ્લૅન્ડે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાને રોમાંચક સેમિ ફાઇનલમાં 27 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ઇંગ્લૅન્ડે કૅપ્ટન થૉમસ રયૂના 110 રનની મદદથી સાત વિકેટે 277 રન કર્યા હતા. જવાબમાં ઑસ્ટ્રેલિયાની ટીમ કૅપ્ટન ઑલિવર પીક (100 રન)ની સદી છતાં 250 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં હારી ગઈ હતી.

હવે આજે બીજી સેમિ ફાઇનલમાં ભારત અને અફઘાનિસ્તાનમાંથી જીતનારી ટીમ શુક્રવારે હરારેની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે રમશે.

ભારતનો કૅપ્ટન આયુષ મ્હાત્રે છે અને વૈભવ સૂર્યવંશી, હેનિલ પટેલ, ખિલન પટેલ, વિકેટકીપર અભિજ્ઞાન કુન્ડુ સહિતના કેટલાક મુખ્ય ખેલાડીઓ પર ભારતીય ટીમનો વધુ આધાર રહેશે.

આપણ વાંચો:  આઇપીએલે જગદીશનને અવગણ્યો, પણ અમેરિકા સામે મૅચવિનર બન્યો…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button