IPL 2024સ્પોર્ટસ

હાર્દિકની ખોટ પુરી કરવા ભારતનો માસ્ટર પ્લાન, વિરાટ, સૂર્યકુમાર અને શુભમન ગિલ કરશે બોલિંગ?

ભારતીય ક્રિકેટ ટીમ આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને અત્યાર સુધીની તમામ મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાનું સંતુલન શાનદાર છે, પરંતુ છેલ્લી બે મેચોમાં એક ખેલાડીની ખોટ વર્તાઇ રહી છે જેનું નામ હાર્દિક પંડ્યા છે. પુણેમાં બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો જેના પછી તે આગામી બે મેચમાં રમી શક્યો ન હતો.

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે હાર્દિક વગર મેચ રમી અને તેમાં જીત મેળવી પરંતુ છઠ્ઠા બોલરની ખોટ વર્તાઇ હતી. હાર્દિકની ગેરહાજરીમાં કેપ્ટન રોહિત શર્માએ મોહમ્મદ શમી સહિત પાંચ નિષ્ણાત બોલરોની સાથે ટીમમાં સૂર્યકુમાર યાદવના રૂપમાં વધારાના બેટ્સમેનને તક આપી છે. હાર્દિકની ખોટ પુરી કરવાનો રસ્તો ટીમ ઇન્ડિયાએ શોધી કાઢ્યો છે.

એક રિપોર્ટ અનુસાર, હાર્દિક પંડ્યા તેની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે અને આગામી મેચોમાં વાપસી કરી શકે છે, પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયા પાંચ નિષ્ણાત ઝડપી બોલરો સાથે જવા માંગે છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા હાર્દિક વિના પણ ટીમને બેલેન્સ કરવાનો પ્રયાસ કરી રહી છે અને તેથી જ વિરાટ કોહલીની સાથે સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ પણ નેટ્સમાં બોલિંગની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણી વખત બોલિંગ કરતો જોવા મળ્યો છે, જ્યારે સૂર્યાએ આઈપીએલમાં પણ બોલિંગ કરી છે પરંતુ ગિલ માટે આ વાત એકદમ નવી છે.

ભારતીય ક્રિકેટ ટીમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં આ ત્રણ બેટ્સમેન બોલિંગ કરતા જોવા મળી રહ્યા છે. જસપ્રીત બુમરાહ ડાબા હાથે, રવિન્દ્ર જાડેજા જમણા હાથે અને કુલદીપ યાદવ જમણા હાથે બોલિંગ કરતો જોવા મળે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button