સ્પોર્ટસ

વર્લ્ડ કપ પછી ગંભીરના કોચિંગમાં ભારતની ટી-20 ટીમ નવા અવતારમાં? જાણી લો કોણ-કોણ હશે નવી સ્ક્વૉડમાં!

નવી દિલ્હી: લગભગ બે દાયકા પહેલાં જેમ સૌરવ ગાંગુલીના સુકાનમાં ભારતની ટેસ્ટ તથા વન-ડે ટીમના અપ્રોચ અને અભિગમમાં મોટા પાયે પરિવર્તન જોવા મળ્યું હતું અને થોડા વર્ષો પછી મહેન્દ્રસિંહ ધોનીની કૅપ્ટન્સીમાં ભારતને (સચિન, દ્રવિડ, ગાંગુલીની બાદબાકી સાથે) યંગ ટી-20 ટીમ મળી હતી એવું હવે સંભવિત નવા હેડ-કોચ ગૌતમ ગંભીરના કોચિંગમાં જોવા મળી શકશે. બીસીસીઆઇ સાથેના ઇન્ટરવ્યૂ થયા બાદ અત્યારથી જ ગંભીરને નવો હેડ-કોચ ગણાવવામાં આવી રહ્યો છે અને તેના કોચિંગમાં કેટલાક જૂના અને જાણીતા ખેલાડીઓને ફરી ટી-20 ટીમમાં સ્થાન મળી શકે અને બીજા કેટલાક નવા (તાજેતરની આઇપીએલમાં ચમકી ચૂકેલા) પ્લેયર્સનો પણ નવી બનનારી ટીમમાં સ્થાન મળી શકે.

ગંભીરની મેન્ટરશિપમાં કોલકાતાએ તાજેતરમાં જ ત્રીજું આઇપીએલ-ટાઇટલ જીતી લીધું હતું. ભારત વતી 14 ટેસ્ટ, 59 વન-ડે અને 51 ટી-20 રમી ચૂકેલો 29 વર્ષનો શ્રેયસ ઐયર કોલકાતાનો ચૅમ્પિયન કૅપ્ટન છે. હવે વાત એવી છે કે ગંભીર હેડ-કોચ બનવા જઈ રહ્યો છે એટલે શ્રેયસને ટીમ ઇન્ડિયામાં સ્થાન અચૂક મળશે જ. બીજી રીતે કહીએ તો ગંભીર-શ્રેયસની જોડી આઇપીએલ પછી હવે ટીમ ઇન્ડિયામાં ભેગા થતા જોવા મળશે.

થોડા મહિના પહેલાં શ્રેયસ અને ઇશાન કિશને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનું ટાળ્યું એને પરિણામે તેમને બીસીસીઆઇએ સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી કાઢી નાખ્યા હતા. જોકે શ્રેયસે અગાઉ કહ્યું હતું કે પીઠના નીચેના ભાગમાં દુખાવો સતત રહેતો હોવાથી તેણે રમવાનું ટાળ્યું હતું. જોકે તે રણજી ટ્રોફીની ફાઇનલમાં રમ્યો હતો અને બીજા દાવમાં 95 રન બનાવીને મુંબઈને વિદર્ભ સામે શાનદાર વિજય મેળવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

શ્રેયસને જુલાઈ-ઑગસ્ટમાં શ્રીલંકા સામે રમાનારી ટી-20 સિરીઝ માટેની ટીમમાં સ્થાન મળશે એવી પાકી સંભાવના છે.
બીસીસીઆઇ સાથે સંકળાયેલા એક સૂત્રએ પીટીઆઇને નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે ‘તાજેતરની આઇપીએલમાં ચમકેલા અમુક ખેલાડીઓને ભારતની ભાવિ ટી-20 ટીમમાં સ્થાન અપાવવાના હેતુથી બેન્ગલૂરુ ખાતેની નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ)માં તાલીમ આપવામાં આવી રહી છે.

એનસીએમાં તાલીમ લઈ રહેલા ખેલાડીઓમાં અભિષેક શર્મા (બૅટર), રિયાન પરાગ (બૅટર), મયંક યાદવ (ફાસ્ટેસ્ટ બોલર), હર્ષિત રાણા (પેસ બોલર), નીતિશ રેડ્ડી (ઑલરાઉન્ડર), વિજયકુમાર વૈશાક (પેસ બોલર) યશ દયાલ (પેસ બોલર)નો સમાવેશ છે. આમાંના મોટા ભાગના ખેલાડીઓને ઝિમ્બાબ્વે સામેની ટી-20 સિરીઝ માટેની ટીમમાં સમાવાશે. રિન્કુ સિંહ, શુભમન ગિલ, આવેશ ખાન અને ખલીલ અહમદ જેવા આઇપીએલ-સ્ટાર્સને પણ ઝિમ્બાબ્વે મોકલવામાં આવશે.

એવું મનાય છે કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા સિનિયર ખેલાડીઓને સીઝનના બાકીના મહિનાઓ દરમ્યાન રમાનારી ભારતની વન-ડે સિરીઝ અને ટેસ્ટ સિરીઝ રમવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવામાં આવશે. આગામી સપ્ટેમ્બર-જાન્યુઆરી દરમ્યાન વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) હેઠળ ભારતની નવ ટેસ્ટ રમાવાની છે.
હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ આઇપીએલની શરૂઆતથી સતતપણે રમી રહ્યા છે એટલે એમને થોડા આરામની જરૂર છે. જોકે ઝિમ્બાબ્વેના પ્રવાસમાં તેમને અનુક્રમે કૅપ્ટન અને વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવશે એવી ચર્ચા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ… આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા…