ભારતનાં આર્યા-અર્જુનની `ગોલ્ડન જોડી' ચીનના ઑલિમ્પિક-વર્લ્ડ ચૅમ્પિયનોને ભારે પડી | મુંબઈ સમાચાર

ભારતનાં આર્યા-અર્જુનની `ગોલ્ડન જોડી’ ચીનના ઑલિમ્પિક-વર્લ્ડ ચૅમ્પિયનોને ભારે પડી

મ્યૂનિકઃ ભારતની આર્યા બોરસે (ARYA BORSE) અને અર્જુન બબુટા (ARJUN BABUTA)ની જોડીએ અહીં શનિવારે શૂટિંગના આઇએસએસએફ વર્લ્ડ કપ (WORLD CUP)માં ચીનની ઑલિમ્પિક વિજેતા જોડીને પરાજિત કરીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. વધુ નવાઈની વાત એ છે કે આર્યા-અર્જુને ચીની હરીફો પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું અને તેમને સુવર્ણ ચંદ્રક માટેની રેસની બહાર કરીને પોતે એ ચંદ્રક પર કબજો જમાવી લીધો હતો.

આર્યા-અર્જુનની જોડીએ 10 મીટર ઍર રાઇફલ મિક્સ્ડ-ટીમ ઇવેન્ટમાં ચીનનાં ઑલિમ્પિક ચૅમ્પિયન તથા વર્લ્ડ ચૅમ્પિયન ઝિફી વૉન્ગ અને લિહાઓ શેન્ગની જોડીને 17-7થી પરાજિત કરી હતી.

આ પણ વાંચો: શૂટિંગમાં સુરુચિની ` સુવર્ણ હૅટ-ટ્રિક’

ભારતીય જોડીએ આ પ્રતિષ્ઠિત સ્પર્ધાની ફાઇનલમાં પોતાના પર વર્ચસ્વ જમાવવાની ચીની હરીફોને જરા પણ તક નહોતી આપી.

ફાઇનલમાં પહોંચવા માટેના ક્વૉલિફિકેશનમાં ભારતીય જોડીએ 635.2 પૉઇન્ટ નોંધાવ્યા હતા. એ જ ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ચીની જોડીએ 635.9 પૉઇન્ટ નોંધાવીને વર્લ્ડ રેકૉર્ડ નોંધાવ્યો હતો. જોકે ફાઇનલમાં ભારતીય જોડીએ એ વિશ્વવિક્રમ ધારક જોડીને માત આપી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button