યુએસ ઓપનમાં ભારતનો ભાંબરી સેમિમાં, સિંગલ્સમાં પણ રોચક પરિણામો | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

યુએસ ઓપનમાં ભારતનો ભાંબરી સેમિમાં, સિંગલ્સમાં પણ રોચક પરિણામો

ન્યૂ યૉર્કઃ યુએસ ઓપન ટેનિસ US OPEN TENNIS)માં ભારતના યુકી ભાંબરીએ સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવીને તરખાટ મચાવી દીધો છે. તેણે મેન્સ ડબલ્સમાં ન્યૂ ઝીલૅન્ડના માઇકલ વીનસ સાથેની જોડીમાં નિકોલા મેટિચ તથા રાજીવ રામની જોડીને 6-3, 6-8, 6-3થી પરાજિત કરી હતી. ભાંબરી (BHAMBRI) પહેલી જ વખત ગ્રેન્ડ સ્લૅમની સેમિમાં પહોંચવામાં સફળ થયો છે. તે ભૂતપૂર્વ જુનિયર વર્લ્ડ નંબર-વન છે.

સિંગલ્સમાં પુરુષોના વર્ગમાં ફેલિક્સ ઑગર-ઍલિયાસિમે ચાર કલાક, 10 મિનિટ સુધી ચાલેલી ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં ઍલેક્સ દ મિનૉરને 4-6, 9-7, 7-5, 7-4થી હરાવીને ફરી એકવાર આ જ સ્પર્ધાની સેમિ ફાઇનલ (SEMI final)માં એન્ટ્રી કરી હતી. કૅનેડાનો ફેલિક્સ સેમિમાં વર્લ્ડ નંબર-વન યાનિક સિનર સામે રમશે. સિનરે ક્વૉર્ટર ફાઇનલમાં લૉરેન્ઝો મુસેટીને 6-1, 6-4, 6-2થી પરાજિત કરીને સેમિમાં લાગલગાટ બીજા વર્ષે યુએસ ઓપનની સેમિમાં પ્રવેશ કર્યો છે. તે ગયા વર્ષે ટાઇટલ જીત્યો હતો આ વખતે પણ જીતવા માટે ફેવરિટ છે.

બીજી હાઇ-વૉલ્ટેજ સેમિ ફાઇનલમાં નોવાક જૉકોવિચ અને કાર્લોસ અલ્કારાઝ વચ્ચે ટક્કર થશે.

મહિલાઓની સિંગલ્સમાં અમાન્ડા ઍનિસિમોવાનો ભૂતપૂર્વ નંબર-વન ઇગા સ્વૉન્ટેક સામેની ક્વૉર્ટર ફાઇનલમાં 6-4, 6-3થી વિજય થયો હતો. અમાન્ડા સેમિમાં નાઓમી ઑસાકા સામે રમશે, જ્યારે બીજી સેમિ ફાઇનલ અરીના સબાલેન્કા અને જેસિકા પેગુલા વચ્ચે રમાવાની છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button