ઇંગ્લેન્ડ વિરુદ્ધ સતત છઠ્ઠી ટી-૨૦ સિરીઝ હારી ભારતીયમહિલા ટીમ: ૮૦ રનમાં ઓલઆઉટ ટીમ ઇન્ડિયા | મુંબઈ સમાચાર

ઇંગ્લેન્ડ વિરુદ્ધ સતત છઠ્ઠી ટી-૨૦ સિરીઝ હારી ભારતીયમહિલા ટીમ: ૮૦ રનમાં ઓલઆઉટ ટીમ ઇન્ડિયા

મુંબઇ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ શનિવારે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીની બીજી મેચ હારી ગઈ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. ઈંગ્લેન્ડે આ મેચ ચાર વિકેટથી જીતી લીધી હતી અને શ્રેણીમાં ૨-૦ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. ઈંગ્લેન્ડની કેપ્ટન હીથર નાઈટે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા ૧૬.૨ ઓવરમાં ૮૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇગ્લેન્ડે ૧૧.૨ ઓવરમાં ૮૨ રન કરીને મેચ જીતી લીધી હતી.

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે સતત છઠ્ઠી ટી-૨૦ સીરિઝ હારી છે. મહિલા ટીમ ક્યારેય ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી જીતી શકી નથી. ૨૦૦૬માં ભારતે એકમાત્ર મેચમાં ઈંગ્લેન્ડને ૧-૦થી હરાવ્યું હતું. ભારત તરફથી જેમિમાહ રોડ્રિગ્ઝે સૌથી વધુ ૩૦ રન કર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ચાર્લી ડીન, લોરેન બેલ, સોફી એક્લેસ્ટોન અને સારાહ ગ્લેને બે-બે વિકેટ લીધી હતી. આ બે બેટ્સમેન સિવાય ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટની કોઈ બેટ્સમેન ૧૦ રન પણ કરી શકી ન હતી. જવાબમાં ઈંગ્લેન્ડ તરફથી એલિસ કેપ્સીએ ૨૫ રન અને નતાલી સીવર બ્રન્ટે ૧૬ રન કર્યા હતા. ભારત તરફથી રેણુકા સિંહ ઠાકુર અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડની ટીમે માત્ર ૧૭મી ઓવરમાં ૮૦ રનના સ્કોર પર ટીમ ઈન્ડિયાને ઓલઆઉટ કરી દીધી હતી. ભારત માટે જેમિમાહ રોડ્રિંગ્સે સૌથી વધુ ૩૦ રન કર્યા. સ્મૃતિ મંધાના ૯ બોલમાં ૧૦ રન કરી આઉટ થઇ હતી. આ બે ખેલાડીઓ સિવાય ટીમ ઈન્ડિયાનો એક પણ ખેલાડી ૧૦ રન પણ કરી શકી ન હતી.

સંબંધિત લેખો

Back to top button