જુનિયર મહિલા હોકી વર્લ્ડ કપમાં અમેરિકાને હરાવીને નવમા સ્થાન પર રહી ભારતીય મહિલા ટીમ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

જુનિયર મહિલા હોકી વર્લ્ડ કપમાં અમેરિકાને હરાવીને નવમા સ્થાન પર રહી ભારતીય મહિલા ટીમ

સેન્ટિયાગો (ચિલી): ગોલકીપર માધુરી કિંડોના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે સડન ડેથમાં અમેરિકાને ૩-૨થી હરાવ્યું અને જુનિયર મહિલા હોકી વર્લ્ડ કપમાં નવમું સ્થાન મેળવ્યું હતું. મેચમાં ભારત અને અમેરિકાએ નિર્ધારિત સમયમાં બે-બે ગોલ કર્યા હતા. આ પછી મેચ સડન ડેથ સુધી પહોંચી હતી જેમાં માધુરીએ શાનદાર બચાવ કર્યો હતો જ્યારે રૂતજા દાદાસો પિસાલે ગોલ કરીને ભારતને જીત અપાવી હતી. નિર્ધારિત સમયમાં મંજુ ચૌરસિયા (૧૧મી) અને સુનિલિતા ટોપ્પોએ એક-એક ગોલ કર્યો હતો. જ્યારે અમેરિકા માટે બંને ગોલ કિર્સ્ટન થોમસે (૨૭મા અને ૫૩મા) કર્યા હતા.

પેનલ્ટી શૂટઆઉટમાં બંને ટીમોએ પોતાનું સંપૂર્ણ કૌશલ્ય બતાવ્યું હતું. ભારત માટે મુમતાઝ અને રૂતાઝાએ પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ કર્યા હતા. રૂતાજા બાદમાં સડન ડેથમાં પણ ગોલ કરવામાં સફળ રહી હતી. અમેરિકા માટે કેટી ડિક્સન અને ઓલિવિયા બેન્ટ કોલે પેનલ્ટી શૂટ-આઉટમાં ગોલ કર્યા હતા.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button