સ્પોર્ટસ

ભારતની મહિલા ક્રિકેટ ટીમે બાંગલાદેશનો વ્હાઇટ વૉશ કર્યો, જાણો લાગલગાટ કેટલી મૅચ જીતી

સીલ્હટ: મુંબઈની લેફ્ટ-આર્મ સ્પિનર રાધા યાદવ (4-0-24-3) અને ખાસ કરીને ચાર બૅટરની મદદથી ભારતની મહિલા ટીમે ગુરુવારે અહીં બાંગલાદેશને સતત પાંચમી ટી-20માં હરાવીને સિરીઝમાં 5-0થી ક્લીન સ્વીપ કરી હતી.

ભારતે આપેલા 157 રનના લક્ષ્યાંક સામે બાંગલાદેશની ટીમ 20 ઓવરમાં છ વિકેટે 135 રન બનાવી શકી હતી. રાધા ઉપરાંત બીજી સ્પિનર આશા શોભનાએ બે તથા પેસ બોલર તિતાસ સાધુએ એક વિકેટ લીધી હતી.

એ પહેલાં, ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 156 રન બનાવ્યા હતા એમાં દયાલન હેમલતાના 37 રન હાઇએસ્ટ હતા જે તેણે 28 બૉલમાં બે સિક્સર અને બે ફોરની મદદથી બનાવ્યા હતા. શેફાલી વર્મા માત્ર 14 રન બનાવી શકી હતી, પરંતુ સાથી-ઓપનર સ્મૃતિ મંધાનાએ પચીસ બૉલમાં એક સિક્સર તથા ચાર ફોરની મદદથી 33 રન બનાવ્યા હતા. કૅપ્ટન હરમનપ્રીત કૌરે 30 રન 24 બૉલમાં ચાર ફોરની મદદથી અને વિકેટકીપર રિચા ઘોષે અણનમ 28 રન 17 બૉલમાં એક સિક્સર, ત્રણ ફોરની મદદથી બનાવ્યા હતા.

બાંગલાદેશની સાત બોલર્સમાં રબેયા ખાન અને નાહિદા અખ્તરે બે-બે વિકેટ લીધી હતી.

રાધા યાદવને પ્લેયર ઑફ ધ મૅચ તેમ જ પ્લેયર ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો. તેની 10 વિકેટ આ સિરીઝમાં હાઈએસ્ટ હતી.

આ વર્ષે વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ બાંગલાદેશમાં રમાવાનો છે અને એ પહેલાં યજમાન ટીમ ઘરઆંગણે લાગલગાટ આઠ મૅચ હારી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button