નેશનલસ્પોર્ટસ

ભારતીય ક્રિકેટરો નવી મુંબઈમાં રેકૉર્ડ સાથે ટી-20 સિરીઝની ટ્રોફી જીતી

નવી મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગુરુવારે પોતાનો રેકોર્ડ-બ્રેક ટીમ-સ્કોર નોંધાવ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમને ત્રીજી અને છેલ્લી ટી-20માં હરાવી દીધી હતી. એ સાથે, ભારતીય ટીમ આ સિરીઝની ટ્રોફી 2-1થી જીતી ગઈ છે.

હરમનપ્રીતના સુકાનમાં ભારતીય ટીમે 20 ઓવરમાં ચાર વિકેટે 217 રન બનાવ્યા હતા. ટી-20 ઇન્ટરનેશનલમાં ભારતનો આ નવો વિક્રમ છે. ભારતનો અગાઉનો ટીમ-સ્કોરનો વિક્રમ 201/5 હતો જે તેમણે યુએઈ સામેની મૅચમાં નોંધાવ્યો હતો. ભારતના આ 217 રન ટી-20 ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી ચૂકેલા તમામ દેશોમાં હાઈએસ્ટ ટીમ-સ્કોર પણ છે.

https://twitter.com/i/status/1869997219719589979

ભારતના 217 રનમાં ખાસ કરીને સ્મૃતિ મંધાનાનાં 77 રન તેમ જ વિકેટકીપર રિચા ઘોષનાં 54 રન સામેલ હતા. રિચાએ ફક્ત 18 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી જે સંયુક્ત રીતે વિશ્વવિક્રમ છે. રીચાએ આ સાથે સ્મૃતિ મંધાનાનો 24 બૉલમાં ફિફ્ટીનો ભારતીય વિક્રમ તોડ્યો છે.

આ પણ વાંચો…બૉક્સિંગ-ડે ટેસ્ટ તમારી થોડી ઊંઘ બગાડશે, મૅચનો સમય બહુ વહેલો છે

વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 157 રન બનાવી શકી હતી અને ભારતનો વિજય થયો હતો. કૅરિબિયન ટીમના 157 રનમાં શિનેલ હેન્રીનાં 43 રન હાઈએસ્ટ હતા. લેફટ-આર્મ રાધા યાદવે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
રિચા ઘોષને પ્લેયર ઑફ ધ મૅચ અને મંધાનાને પ્લેયર ઑફ થી સિરીઝનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button