ભારતીય મહિલા ક્રિકેટરો આજે કેમ ગુલાબી ડ્રેસ પહેરીને રમી રહી છે?

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટરો આજે અહીં ઑસ્ટ્રેલિયા (Australia) સામે વન-ડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મૅચ રમવા મેદાન પર ઊતરી ત્યારે એક રીતે ભારત (India)ની વિમેન્સ ક્રિકેટનું નામ સમાજની ઐતિહાસિક પ્રવૃત્તિઓમાં અંકિત થઈ ગયું હતું. હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ખેલાડીઓ ગુલાબી (Pink) ડ્રેસમાં સજ્જ થઈને મેદાનમાં આવી હતી, કારણકે આ ડ્રેસ તેમણે બ્રેસ્ટ કૅન્સર વિશેની જાગૃતિ ફેલાવવાના આશયથી પહેર્યો હતો.
મહિલાઓમાં સ્તનના કૅન્સરનું પ્રમાણ વધી રહ્યું છે અને આ મહારોગ ટાળવા માટે તકેદારી લેવી તેમ જ આ રોગના દર્દીઓના કાળજી માટે કાર્યો કરવા એ બાબતની જાગૃતિ માટે ભારતીય ક્રિકેટરોએ પિન્ક જર્સી અને પિન્ક ટ્રાઉઝરમાં સજ્જ થઈને રમી હતી.
આ પણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટરો શનિવારે જીતશે એટલે નવો ઇતિહાસ રચાશે
બ્રેસ્ટ કૅન્સર વિશેની જાગૃતિ બાબતમાં ભારતીય ક્રિકેટ ટીમે પિન્ક ડ્રેસ પહેર્યો હોય એવું પહેલી જ વખત બન્યું છે.

અમેરિકામાં દર વર્ષે સિડનીમાં નવા વર્ષના અરસામાં રમાતી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ પિન્ક ડ્રેસ પહેરીને રમે છે અને એ ટેસ્ટ જ પિન્ક ટેસ્ટ તરીકે ઓળખાય છે. એ ટેસ્ટ ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ગ્લેન મૅકગ્રાના ફાઉન્ડેશનના લાભાર્થે રમાય છે અને એ મૅચ થકી થતી કમાણી કૅન્સર પીડિતો માટે વહેંચવામાં આવે છે. મૅકગ્રાની પત્ની જેન મૅક્ગ્રાનું નિધન બ્રેસ્ટ કૅન્સરને લીધે થયું હતું અને ત્યારથી ગ્લેન મૅકગ્રાના ફાઉન્ડેશનના લાભાર્થે ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ ડિસેમ્બરમાં સિડની ટેસ્ટ પિન્ક ડ્રેસ પહેરીને રમે છે.