સ્પોર્ટસ

ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ જીત સાથે ડેવિસ કપ કરિયર પર લગાવ્યું પૂર્ણ વિરામ

લખનઊ: ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્ના અને યુકી ભામ્બરી સાથે રવિવારે અહીં મેન્સ ડબલ્સમાં સીધા સેટમાં સરળતાથી જીત મેળવીને ડેવિસ કપ કારકિર્દીનો અંત કર્યો હતો, જેનાથી ભારતે મોરોક્કો સામેની વર્લ્ડ ગ્રૂપ ૨ની મેચમાં ૨-૧ની સરસાઈ મેળવી હતી.

ડેવિસ કપમાં પોતાની ૩૩મી અને અંતિમ મેચ રમી રહેલા ૪૩ વર્ષીય બોપન્ના અને ભામ્બરીએ એક કલાક અને ૧૧ મિનિટ સુધી ચાલેલી મેચમાં મોરોક્કોના ઇલિયટ બેનચેટ્રિટ અને યુનુસ લાલામી લારૈસીને ૬-૨, ૬-૧થી હરાવ્યા હતા. હવે જો સુમિત નાગલ યાસીન ડાલિમીને હરાવશે તો ભારત આ મેચ જીતી જશે.

મેચની જીત બાદ બોપન્ના ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો. તેણે કોર્ટ પર જ તેની ભારતીય ટીમની ટી- શર્ટ ઉતારી દીધી જેના કારણે તેની ડેવિસ કપ કારકિર્દીનો અંત આવ્યો હતો. તેણે પોતાના કરિયરમાં ૩૩ મેચ રમી હતી, જેમાંથી તેણે ૨૩ મેચ જીતી હતી, જેમાં ૧૩ ડબલ્સ મેચોનો પણ સમાવેશ થાય છે. બોપન્નાના લગભગ ૫૦ પરિવારના સભ્યો અને મિત્રો પણ આ મેચ જોવા પહોંચ્યા હતા. તેમણે તેના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. બોપન્નાના પરિવાર અને મિત્રો દ્વારા પહેરવામાં આવેલી ટી-શર્ટ પર તિરંગો લહેરાવતા ખેલાડીની તસવીર છપાયેલી હતી.

યુનિસ આખી મેચમાં એક વખત પણ તેની સર્વિસ પકડી શક્યો ન હતો, જ્યારે ભારતીય ટીમને માત્ર એક જ વખત બ્રેક પોઈન્ટનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે આ બ્રેક પોઈન્ટ પણ બચાવી લીધો હતો.
ભારતીય ટીમે યુનિસની સર્વિસ તોડીને પ્રારંભિક લીડ મેળવી હતી, જ્યારે સ્કોર ૩૦-૧૫ હતો, ત્યારે ભામ્બરીના બૅંક હેન્ડ રિટર્ન પર યુનિસે બોલને નેટમાં ફેંક્યો હતો. આ પછી ભામ્બરીએ વોલી વિનરને ફટકારીને પ્રથમ બ્રેક પોઈન્ટ હાંસલ કર્યો હતો. આ પછી ભારતીય જોડીએ ફરીથી યુનિસને નિશાન બનાવ્યો અને તેની સર્વિસ સરળતાથી તોડી નાખી. ભારતે પહેલો સેટ ૩૪ મિનિટમાં જીતી લીધો હતો. બોપન્નાએ બીજા સેટમાં પણ શાનદાર સર્વિસ આપી હતી, પરંતુ ત્રીજી ગેમમાં ભામ્બરીની સર્વિસ પર મોરોક્કોને બ્રેક પોઈન્ટ મળ્યો હતો. જો કે ભારતીય ટીમ તેને બચાવવામાં સફળ રહી હતી. યુનિસે ચોથી ગેમમાં પોતાની સર્વિસ પર સ્કોર ૪૦-૦ કર્યો હતો, પરંતુ તે પછી તેણે પોતાની સર્વિસ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. ડબલ ફોલ્ટ ઉપરાંત તેણે બિનજરૂરી ભૂલો પણ કરી અને તેની સર્વિસ ગુમાવી હતી. ભારતે આ સેટ અને મેચ ભામ્બરીની સર્વિસ પર જીતી લીધી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…