સ્પોર્ટસ

ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય ભારતીય ટીમ, દુબઈ અથવા શ્રીલંકામાં શિફ્ટ થઈ શકે છે મેચ

પાકિસ્તાન ફેબ્રુઆરી-માર્ચમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરવાનું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને લાહોરમાં ટીમ ઈન્ડિયાની મેચો યોજવા માટેનો ડ્રાફ્ટ શેડ્યૂલ આઈસીસીને સુપરત કરી દીધો છે. જો કે, હજુ સુધી ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન જવા અંગે કોઈ પણ પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ હવે એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમના પાકિસ્તાન પ્રવાસે જવાની નથી. BCCI હવે ICC પાસે માંગ કરવા જઈ રહ્યું છે.

BCCIના સૂત્રોએ જણાવ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમ 2025 ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જાય તેવી શક્યતા નથી. બીસીસીઆઈ આઈસીસીને દુબઈ અથવા શ્રીલંકામાં મેચનું આયોજન કરવા કહેશે. તેથી હવે લાગે છે કે પાકિસ્તાન એશિયા કપ 2023ની જેમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પણ હાઈબ્રિડ મોડલ હેઠળ કરવું પડી શકે છે. T20 વર્લ્ડ કપ 2024 બાદ BCCI સેક્રેટરી જય શાહ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ તેમણે એ વાતની પુષ્ટિ કરી ન હતી કે ભારતીય ટીમ પાકિસ્તાન જશે. જોકે, જય શાહે એ વાતની પુષ્ટિ કરી છે કે ભારતીય ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમશે.

નોંધનીય છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ અને બીસીસીઆઈના સચિવ તરીકે જય શાહ જ હતા, જેમણે એ વાતની પુષ્ટિ કરી હતી કે ભારતીય ટીમ એશિયા કપ 2023 માટે પાકિસ્તાન નહીં જાય. આવી સ્થિતિમાં PCBએ હાઇબ્રિડ મોડલનું સૂચન કર્યું હતું, જેને ભારતીય ક્રિકેટ બોર્ડે સ્વીકાર્યું હતું. ફાઈનલ સહિત ભારત અને અન્ય ટીમોની મોટાભાગની મેચો શ્રીલંકામાં અને કેટલીક મેચ પાકિસ્તાનમાં યોજાઈ હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ હવે પાકિસ્તાને આવું જ કંઈક કરવું પડી શકે છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button