ટીમને છોડીને ભારતીય ટીમના હેડ કોચ ક્યાં પહોંચ્યા, બીસીસીઆઈએ શું કહ્યું જાણો!

ધર્મશાળાઃ ભારત વન-ડે વર્લ્ડ-કપની યજમાની કરી રહ્યું છે, ત્યારે આ વખતે અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયાનો વિજય રથ હજુ સુધી અટક્યો નથી. એટલે ભારતીય ટીમને જીતની આદત પડી ગઈ છે. ભારતીય ટીમ પાંચ મેચ રમી ચૂકી છે, જેમાં પાંચ મેચમાં ભારતીય ટીમે વિજય મેળવ્યો છે, પરંતુ વિજયનું સેલિબ્રેશનમાં આખી ટીમે જોરદાર કર્યું હતું.
છેલ્લે ધર્મશાલામાં ન્યૂ ઝીલેન્ડને હરાવીને ટૂર્નામેન્ટની સૌથી શક્તિશાળી ટીમ માનવામાં આવી રહી છે, ત્યારે આ જીત પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને બે દિવસની રજા આપી હતી, જેમાં લોકોએ જોરદાર મોજમજા કરી હતી. વિરાટ કોહલી ધર્મશાળા ફરવા ગયો હતો, જ્યારે હેડ કોચ રાહુલ દ્રવિડ તો પૂરી ટીમને છોડીને લગભગ 3,000 મીટરની ઊંચાઈ પરની હિલ પર ટ્રેકિંગ કરીને પહોંચી ગયા હતા.
બીસીસીઆઈએ તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં હેડ કોચ રાહુલ દ્રવિડ અને બીજા અન્ય સ્ટાફની સાથે ટ્રેકિંગ પર ગયા હતા. હેડ કોચ દ્રવિડની સાથે બેટિંગ કોચ વિક્રમ રાઠોડ પણ હતા. અન્ય બીજા સભ્યોની સાથે મૈકલોડગંજની ઉપર ત્રિયુંડ ફરવા ગયા હતા. ત્રિયુંડ પહોંચવા માટે લગભગ દસ કિલોમીટર સુધી પગપાળા ચાલ્યા હતા અને દ્રવિડે તો તેની જોરદાર મોજ કરી હતી. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે ત્રિયુંડ દરિયાની સપાટી પરથી લગભગ 3,000 ફૂટની ઉપર છે.
રાહુલ દ્રવિડ ત્રિયુંડ પહોંચ્યા પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પણ લઈ ગયા હતા. જોકે, વિરાટ અને રોહિત શર્મા પહોંચ્યા નહોતા, કારણ કે બંને રાહુલ કોઈ રિસ્ક લેવા ઈચ્છતા નહોતા. ટીમ ઈન્ડિયાનો મુકાબલો હવે રવિવારે લખનઊમાં ઈંગ્લેન્ડ સામે રહેશે. મેચ ઈંગ્લેન્ડ સામે રમાડવામાં આવશે, જેમા અત્યાર સુધીમાં સૌથી ખરાબ પફોર્મ રહ્યું છે. આગામી મેચમાં ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યાની એન્ટ્રી સાથે અન્ય બેટ્સમેનને ચાન્સ મળે છે કે નહીં એ તો એ દિવસની ટીમની જાહેરાતમાં ખબર પડશે.