T20 World Cup 2024સ્પોર્ટસ

ICCની અવ્યવસ્થાને લીધે “ઇંડિયન ટીમને બાર્બેડોઝમાં મળ્યું હતું વાસી ખાવાનું”

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમે બાર્બેડોઝમાં જલહળતી જીત મેળવીને T20 વર્લ્ડ કપમાં તીરંગાને ફરકાવ્યો છે. જીત બાદ ટીમ ભારત પરત ફરી ચૂકી છે અને આજે ગુરુવારે મુંબઈમાં ક્રિકેટના ‘રન’બંકાઓનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરાઇ રહ્યું છે. અરબ સાગરના કિનારે મરીન ડ્રાઇવ પર ચાહકોની જનમેદની એકઠી થઈ હતી. એકઠા થયેલા લોકોએ ‘ઈન્ડિયા-ઈન્ડિયા’ના નારાથી આકાશ ગુંજતું કરી દીધું હતું. વતન પરત સમયે ટીમની જીતમાં યોગદાન આપનાર દરેક ખેલાડીની પ્રસંશા કરવામાં આવી રહી છે.

હાલ તો ભારતીય ટીમની જીતનો જશ કેપ્ટન રોહિત શર્માને માથે ઢોળાઈ રહ્યો છે, આ સાથે જ વિરાટ કોહલીની ઈનિંગની પણ ચર્ચા થઈ રહી છે. બુમરાહની બોલિંગ, છેલ્લી ઓવરમાં હાર્દિક પંડ્યાએ લીધેલી વિકેટ અને સૂર્યકુમાર યાદવનો વિનિંગ કેચ કે જેણે આખી રમત બદલી નાખી, આ બધી બાબતોની વાતો આજે ચાહકોને મોઢે રટણ પામી રહી છે. ઇંડિયન ટીમની આ સોનેરી સફળતાની વાતો જેટલી આજે સૌના મોઢે વખાણાઇ રહી છે તેની પાછળ જે જોમ અને જુસ્સાની વાત કરવામાં આવી રહી છે પરંતુ તેની પાછળ એક કાળી બાજુ પણ છે. એ જાણીને તમને વિશ્વાસ નહીં થાય કે આપણી ચેમ્પિયન ટીમને પણ ICCના અવ્યવસ્થાનો સામનો કરવો પડ્યો હતો. તેમને ખાવા માટે ઠંડો ખોરાક પણ આપવામાં આવ્યો હતો.

ખાનગી હિન્દી મીડીયા ચેનલના સ્પોર્ટ્સ એડિટર વિક્રાંત ગુપ્તાના જણાવ્યા અનુસાર, ICCની અવ્યવસ્થાને કારણે ભારતીય ટીમને T-20 વર્લ્ડ કપમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. જે ભારતીય ટીમે અમેરિકામાં ક્રિકેટને ખ્યાતિ આપી તેની સાથે આ પ્રકારનું વર્તન થયું. T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને પ્રેક્ટિસમાં ઠંડુ ખાવાનું મળી રહ્યું હતું, જેના કારણે ભારતીય ખેલાડીઓ ખુશ નહોતા. ભોજનમાં સલાડ, ઠંડી સેન્ડવીચ અને ઠંડુ ચિકન આપવામાં આવી રહ્યું હતું.

જ્યારે આ બધી બાબતો BCCIના ધ્યાને આવી તો તેણે પોતાના ખર્ચે ખેલાડીઓ માટે તાજા ખોરાકની વ્યવસ્થા કરી. જેના માટે ચાહકો સ્ટેડિયમમાં આવી રહ્યા હતા ત્યારે જ આ ઘટનાક્રમ સર્જાયો હતો. ટીમ ઈન્ડિયા જ સ્થાનિક રેવન્યુમાં મોટી આવક કરવી રહી હતી પરંતુ તેમ છતાં ભારતીય ટીમે પોતાના બજેટમાંથી પોતાના ભોજનની વ્યવસ્થા કરવી પડી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા