એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત: ગિલ વાઇસ કેપ્ટન, બુમરાહનો પણ સમાવેશ

નવી દિલ્હીઃ એશિયા કપ ટી20 માટે ભારતીય ટીમની જાહેરાત થઈ છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં ટીમ મેદાનમાં ઉતરશે. શુભમન ગિલ પર રમશે, તેને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડ સામે ટી20 રમી હતી. તેમાં શુભમન નહોતો. શુભમન ગિલ ટીમમાં પાછો ફર્યો છે.
શ્રેયસની ફરી અવગણના
જસપ્રીત બુમરાહના સમાવેશ પરનો સસ્પેન્સ પણ હવે પૂરો થયો છે, તે પણ એશિયા કપમાં રમતો જોવા મળશે. આ સિવાય, ટીમમાં એ જ ખેલાડીઓ છે જેઓ અગાઉ ટીમનો ભાગ હતા. રિંકુ સિંહ જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે, જ્યારે શ્રેયસ અય્યરને ફરી એકવાર નજરઅંદાજ કરવામાં આવ્યો છે.
A look at #TeamIndia's squad for #AsiaCup 2025 pic.twitter.com/3VppXYQ5SO
— BCCI (@BCCI) August 19, 2025
કેવું છે ટીમ ઈન્ડિયાનું કોમ્બિનેશન
ભારતીય ટીમમાં ચાર વિશેષજ્ઞ બેટ્સમેન અને ચાર ઓલરાઉન્ડર્સ છે. જીતેશ અને સેમસનના રૂપમાં બે વિકેટકીપર બેટ્સમેન છે, જ્યારે ત્રણ વિશેષજ્ઞ પેસર અને બે વિશેષજ્ઞ સ્પિનર છે.
ભારતીય ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ.
The Selection Committee Meeting for #TeamIndia #AsiaCup squad selection is underway! pic.twitter.com/GAlpyDlzyf
— BCCI (@BCCI) August 19, 2025
આપણ વાંચો: આજે બપોરે પુરુષોના એશિયા કપ અને મહિલાઓના વર્લ્ડ કપની ટીમનાં સિલેક્શન