ભારતીય સ્ક્વોશ ટીમે પાકિસ્તાનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો…
હાંગઝોઉઃ ભારતીય પુરુષ ટીમે સ્ક્વોશ રમતમાં પાકિસ્તાનને 2-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. છેલ્લી મેચમાં અભય સિંહે પાકિસ્તાનના નૂરને હરાવીને ભારતને ગૌરવ અપાવ્યું હતું. અભય સિંહે સ્ક્વોશ મેન્સ ટીમ ફાઇનલમાં ત્રીજી મેચમાં પાકિસ્તાનના જમાન નૂરને 11-7, 9-11, 7-11, 11-9 અને 12-10ના અંતિમ સ્કોરથી હરાવીને ભારત માટે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. પ્રથમ મેચોમાં સૌરવ ઘોષાલે મોહમ્મદ અસીમ ખાન સામે જીત મેળવી હતી, જ્યારે મહેશ મંગાંવકરને નાસિર ઈકબાલ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
અભયે પોતાના મુવ્સ બતાવી અને કેટલાક શોટ સુધી પહોંચવા માટે ડાઇવ કર્યો હતો. અભય તરફથી આટલા મુવ્સનું પ્રદર્શન પૂરતું નહોતું કારણ કે ઝમાને ફાઇનલ મેચમાં 1-1 ગેમની બરાબરી કરી હતી. મેચની ચોથી ગેમમાં ઝમાનની એક અનફોર્સ્ડ એરર અભયને ગેમમાં પાછો લાવી શક્યો હતો. 25 વર્ષીય ખેલાડીએ ભારતને આ રમતમાં નિર્ણાયક જીત અપાવી હતી.