સ્પોર્ટસ

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા બીસીસીઆઈએ જાહેરાત કરી હતી કે સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટી20માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. જ્યારે કેએલ રાહુલને વનડેમાં કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. જ્યારે ટેસ્ટમાં રોહિત શર્મા કેપ્ટનશીપ કરશે.

વિરાટ કોહલી અને રોહિત શર્મા વન-ડે અને ટી-20 સીરિઝમાં રમશે નહીં. તે સિવાય અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. પૂજારા છેલ્લે આ વર્ષે જૂનમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમ્યો હતો. કેએલ રાહુલ, શ્રેયસ ઐય્યર અને જસપ્રીત બુમરાહ ટેસ્ટ ટીમમાં પરત ફર્યા છે. શ્રેયસે આ વર્ષે માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી ટેસ્ટ રમી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button