સ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયાની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, કેપ્ટન માટે કેએલ રાહુલની પસંદગી

નવી દિલ્હીઃ એશિયા કપ જીત્યા પછી ભારતી ટીમ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. આ મેચ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સૌથી મોટી જાહેરાત કરી છે, જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપીને કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયા સામે 22 સપ્ટેમ્બરથી શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાને પ્રથમ બે મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. પ્રથમ બે વન-ડેમાં ટીમની કેપ્ટનશીપ કેએલ રાહુલને સોંપવામાં આવી છે. સ્પિનર આર. અશ્વિનની ટીમમાં વાપસી થઈ છે. જોકે, રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા ત્રીજી વનડેથી ટીમમાં વાપસી કરશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. બીજી વનડે મેચ 24 સપ્ટેમ્બરે ઈન્દોરમાં રમાશે. આ પછી સીરિઝની છેલ્લી મેચ 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે.

પ્રથમ બે વનડે માટેની ટીમ ઇન્ડિયા
કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, તિલક વર્મા પ્રસિદ્ધ કૃષ્ણા , આર અશ્વિન , વોશિંગ્ટન સુંદર.

ત્રીજી વનડે માટે આ પ્રમાણે ખેલાડી રહેશે. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, આર અશ્વિન, વોશિંગ્ટન સુંદર.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button