સ્પોર્ટસ

ભારતીય દિવ્યાંગ ઍથ્લીટે પ્રતિબંધ મુકાયા પછી આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: દરેક સમર ઑલિમ્પિક ગેમ્સ પછી એ જ સ્થળે દિવ્યાંગ ઍથ્લીટો-ખેલાડીઓ માટેની પૅરાલિમ્પિક ગેમ્સ યોજાતી હોય છે અને એમાં 2021ની ટોક્યો પૅરાલિમ્પિક્સની બૅડમિન્ટનની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતના પ્રમોદ ભગતે આ વખતે ડ્રગ્સ સંબંધિત ચકાસણીને લગતા નિયમનો ભંગ કર્યો એ બદલ તેના પર 18 મહિનાનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છેે. પરિણામે, તે પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ભાગ નહીં લઈ શકે.

કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ (સીએએસ)ના ડોપિંગ વિરોધી વિભાગે 2024ની પહેલી માર્ચે જાણ્યું હતું કે બૅડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (બીડબ્લ્યુએફ)ના ડોપિંગ વિરોધી વિભાગના અધિકારીઓએ 12 મહિનામાં ત્રણ વખત ડોપિંગને લગતી ચકાસણી સંબંધમાં ભગતનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ તે ઉપલબ્ધ નહોતો.

36 વર્ષીય બૅડમિન્ટન ખેલાડી ભગતે કહ્યું છે કે ‘હું ડોપિંગ વિરોધી નિયમોનું પાલન કરાવતી સંસ્થા વાડા (વર્લ્ડ ઍન્ટિ ડોપિંગ એજન્સી)નું સન્માન કરું છું, પરંતુ ટેક્નિકલ કારણસર મારા પર બૅન લાગુ કરવો એ ઠીક ન કહેવાય.’

આ પણ વાંચો : વિનેશ ફોગાટે ઑલિમ્પિક વિલેજ છોડ્યું, અદાલતી કેસના ફેંસલાની ઘડી નજીક આવી પહોંચી

વાડાના નિયમ મુજબ દરેક આંતરરાષ્ટ્રીય ઍથ્લીટ-પ્લેયરે વ્હેરઅબાઉટ ક્લોઝ (અધિકારી દ્વારા સંપર્ક કરવામાં આવે ત્યારે પોતે ક્યાં છે એ જણાવવું ફરજિયાત હોય છે કે જેથી તેના યુરિનના સૅમ્પલ લઈને ડ્રગ્સ વિશેની ચકાસણી શકે)નું ચુસ્તપણે પાલન કરવું પડે છે.

ભગતે પોતાના પરના પ્રતિબંધ બદલ આઘાત વ્યક્ત કરીને એવું પણ કહ્યું હતું કે ‘મેં કોઈ પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હોય એવું નથી. આ માત્ર વ્હેરઅબાઉટ ક્લોઝનો મુદ્દો છે. હું બે વખત ચકાસણીમાં હાજરી ન આપી શક્યો, કારણકે હું સાવ અલગ જ સ્થળે હતો. જોકે ત્રીજી વખત કહેવામાં આવ્યું ત્યારે હું તૈયાર હતો, પરંતુ મારી અપીલ નહોતી સ્વીકારવામાં આવી. એના પુરાવા મારી પાસે છે. હું પૅરિસ પૅરાલિમ્પિક્સ માટે તૈયારી કરી રહ્યો હતો અને મેડલ જીતી શક્યો જ હોત, પરંતુ પ્રતિબંધ મારા માટે શૉકિંગ છે.’

ભગતે સીએએસમાં અપીલ કરી હતી, પણ એ ઠુકરાવવામાં આવી છે. તેના પરનું સસ્પેન્શન 1 સપ્ટેમ્બર, 2025 સુધી અમલમાં રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે આજે બુધ અસ્ત થઈને કરશે આ રાશિના જાતકોને માલામાલ, જોઈ લો તમારી પણ રાશિ છે ને… આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ