ભારતીય જોડી હૉંગ કૉંગની બૅડમિન્ટન સ્પર્ધામાં પહોંચી ગઈ…

હૉંગ કૉંગઃ છેલ્લાં થોડા અઠવાડિયાથી સતત સારું રમી રહેલા ભારતના ટોચના બે બૅડમિન્ટન ખેલાડીઓ સાત્વિકસાઇરાજ રૅન્કિરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ શુક્રવારે હૉંગ કૉંગ ઓપનની સેમિ ફાઇનલ (Semi final)માં પ્રવેશ કર્યો હતો.
સાત્વિક-ચિરાગે ક્વૉર્ટર ફાઇનલ (Quarter Final)માં મલયેશિયન હરીફ જોડીને 64 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 21-14, 20-22, 21-16થી પરાજિત કરીને કુલ પાંચ લાખ ડૉલરના ઇનામવાળી આ સ્પર્ધાના લાસ્ટ-ફોરમાં એન્ટ્રી કરી હતી.
આરિફ જુનૈદી અને રૉય કિંગ યાપે ત્રણેય ગેમમાં ભારતીય જોડીને ટક્કર આપી હતી જેમાં બીજી ગેમ તેમણે જીતી લીધી હતી. જોકે નિર્ણાયક ગેમમાં ભારતીય ખેલાડીઓએ પર્ફોર્મન્સ વધુ સુધારીને મલયેશિયન જોડીને કોઈ પણ તબક્કે સરસાઈ નહોતી લેવા દીધી અને છેવટે એ ગેમ 21-16થી જીતીને મૅચમાં વિજય મેળવી લીધો હતો.
સાત્વિક-ચિરાગ (SATWIK-Chirag) તાજેતરમાં જ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. ગુરુવારે ભારતની આ વર્લ્ડ નંબર-નાઇન જોડીએ થાઇલૅન્ડના પીરાત્ચાઇ સુકફુન અને પૅક્કાપૉન તીરારતસાકુલને હરાવીને ક્વૉર્ટરમાં પ્રવેશ કર્યો હતો.
આ પણ વાંચો…મલયેશિયા બૅડમિન્ટનમાં ભારતના ચાર પુરુષ ખેલાડી ચમક્યા, પણ મહિલા ચૅમ્પિયન સિંધુ…