પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

ભારતીય હૉકી ટીમની કમાલ, ઑસ્ટ્રેલિયાને બાવન વર્ષે ઑલિમ્પિક્સમાં હરાવ્યું

પૅરિસ: ભારતની મેન્સ હૉકી ટીમે શુક્રવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં ક્વૉર્ટર ફાઇનલ પહેલાંના પોતાના મહત્ત્વના લીગ મુકાબલામાં ઑસ્ટ્રેલિયાની ચડિયાતી ટીમને 3-2થી હરાવી દીધી હતી. બન્ને ટીમ આ મુકાબલા પહેલાં જ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી.

વિશ્ર્વની છઠ્ઠા નંબરની ભારતીય ટીમે મૅચમાં મોટા ભાગે ચોથા ક્રમની ઑસ્ટ્રેલિયન ટીમ પર પ્રભુત્વ જમાવ્યું હતું. ત્રીજા ક્વૉર્ટર પછી પણ ભારત 3-1થી આગળ હતું, પરંતુ છેલ્લી ક્ષણોમાં 2021ની ટોક્યો ઑલિમ્પિક્સના સિલ્વર મેડલિસ્ટ ઑસ્ટ્રેલિયાએ પેનલ્ટી સ્ટ્રૉકથી બીજો ગોલ કરીને તફાવત ઘટાડી દીધો હતો. જોકે છેવટે ભારતે 3-2થી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ભારત ઑલિમ્પિક ગેમ્સમાં ઑસ્ટ્રેલિયા સામે 1972ની મ્યુનિક ઑલિમ્પિક્સ પછી (બાવન વર્ષ બાદ) પહેલી વાર જીત્યું છે.

આ પણ વાંચો : પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતનું બુધવારનું શેડ્યૂલ પણ ભરચક છે

ઑસ્ટ્રેલિયા મેન્સ હૉકીમાં ભારતનું નંબર-વન હરીફ રહ્યું છે અને ભારતે એને જ ધૂળ ચાટતું કરીને પોતાની તાકાતનો પરચો બતાવી દીધો છે.

અભિષેકે ભારતને 12મી મિનિટમાં 1-0થી સરસાઈ આપ્યા બાદ બે ગોલ (13મી તથા 32મી મિનિટમાં) કૅપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા. એ સાથે, હરમનપ્રીતના પૅરિસ ઑલિમ્પિક્સમાં પણ 2021ની ટોક્યો ઑલિમ્પિક્સની જેમ કુલ છ ગોલ થયા છે.

ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારત હૉકીનો બ્રૉન્ઝ મેડલ જીત્યું હતું.

ગોલકીપર પીઆર શ્રીજેશની આ છેલ્લી ઇન્ટરનૅશનલ ટૂર્નામેન્ટ છે અને એમાં તેણે શુક્રવારે ઑસ્ટ્રેલિયન ખેલાડીઓના અનેક આક્રમણમાં ગોલ થતા અટકાવ્યા હતા

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી