સ્પોર્ટસ

ભારતીય ક્રિકેટરો લંડનથી ટ્રેનમાં બેસીને લીડ્સ પહોંચ્યા!

લંડનઃ પેસ બોલર હર્ષિત રાણાને ઇંગ્લૅન્ડ સામે શુક્રવાર, 20મી જૂને (બપોરે 3.30 વાગ્યે) શરૂ થનારી પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ માટેની સ્ક્વૉડમાં કવર તરીકે (19મા પ્લેયર તરીકે) સમાવવામાં આવ્યો છે અને તે લંડન (LONDON)થી કેટલાક સાથી ખેલાડીઓ જોડે ટ્રેનમાં બેસીને લીડ્સ (LEEDS) પહોંચ્યો હતો.

ભારત-ઇંગ્લૅન્ડની પ્રથમ ટેસ્ટ લીડ્સમાં રમાવાની છે.

હર્ષિત રાણા (HARSHIT RANA) ઇન્ડિયા એ’ ટીમનો ખેલાડી હતો અને એ જ ટીમના અમુક પ્લેયર્સ જેમને ટેસ્ટ ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યા છે તેમની સાથે હર્ષિતે લંડનથી લીડ્સ સુધીની ટ્રેન (TRAIN)ની આ મુસાફરી કરી હતી. 23 વર્ષની ઉંમરના ઊંચા કદના હર્ષિતે ગયા વર્ષે ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તેને ઇંગ્લૅન્ડ સામેની 18 ખેલાડીની ટીમમાં નહોતો સમાવવામાં આવ્યો, પરંતુ જસપ્રીત બુમરાહ આ સિરીઝની પાંચમાંથી ત્રણ જ ટેસ્ટ રમવાનો હોવાથી હર્ષિતને કવર તરીકે સ્ક્વૉડમાં સમાવવામાં આવ્યો છે. ભારતીયોની ટેસ્ટ ટીમના ખેલાડીઓ 13થી 16 જૂન દરમ્યાન બેકનહૅમમાં ઇન્ડિયાએ’ સામે પ્રૅક્ટિસ-મૅચ રમ્યા હતા. કેએલ રાહુલ તેમ જ કરુણ નાયર, યશસ્વી જયસ્વાલ, શાર્દુલ ઠાકુર, ધ્રુવ જુરેલ અને નીતીશ કુમાર રેડ્ડી ઇન્ડિયા `એ’ ટીમ સાથે યુકેમાં આવ્યા હતા અને તેમને સારી એવી પ્રૅક્ટિસ થઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button