ભારતીય ક્રિકેટરોની ફ્લાઇટ પરોઢિયે ચાર વાગ્યે પર્થ પહોંચી, જાણો કઈ કઈ તકલીફ થઈ

નવી દિલ્હી/પર્થઃ ભારતના મેન ઇન બ્લુની ઑસ્ટ્રેલિયા )Australia) સામેની પ્રથમ વન-ડેને માંડ બે દિવસ બાકી છે એ પહેલાં ભારતીય ખેલાડીઓએ ઑસ્ટ્રેલિયા પહોંચતાં પહેલાં ઘણી તકલીફ વેઠવી પડી હતી અને એનું સૌથી મોટું કારણ એ હતું કે તેમની ફ્લાઇટ (flight) ખૂબ મોડી પડી હતી.
ભારતીય ખેલાડીઓ બુધવારે વહેલી સવારે દિલ્હીની હોટેલમાંથી રવાના થઈને ઍરપોર્ટ પર પહોંચ્યા હતા અને ગુરુવારે પરોઢિયે પર્થમાં તેમની ફ્લાઇટનું લૅન્ડિંગ થયા બાદ ચાર વાગ્યે તેમણે પર્થની હોટેલમાં ચેક-ઇન કર્યું હતું. અહેવાલોમાં જણાવાયું હતું કે તેમની ફ્લાઇટ ચાર કલાક મોડી થઈ હતી. એ ફ્લાઇટ વિલંબમાં મૂકાવાને કારણે સિંગાપોરમાં પણ તેમની ફ્લાઇટનું રીશેડ્યૂલિંગ કરવું પડ્યું હતું.
આપણ વાંચો: પાકિસ્તાનને એવા બે ખેલાડીએ પ્રથમ વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝ સામે વિજય અપાવ્યો જેમણે…
પહેલા બૅચમાં કોણ પર્થ પહોંચ્યું?
ભારતીય ટીમના પ્રથમ બૅચના ખેલાડીઓ ગુરુવારે પરોઢિયે ચાર વાગ્યે પર્થ પહોંચ્યા હતા જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, કૅપ્ટન શુભમન ગિલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, યશસ્વી જયસ્વાલ, વૉશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ ક્રિષ્નાનો સમાવેશ હતો.
તેમની સાથે સપોર્ટ સ્ટાફના મેમ્બર્સ પણ હતા. વિરાટ અને રોહિતની માર્ચની ચૅમ્પિયન્સ ટ્રોફી પછીની આ પહેલી સિરીઝ છે એટલે તેમને પર્ફોર્મ કરતા જોવામાં અસંખ્ય લોકોને રસ છે.
આપણ વાંચો: અમદાવાદમાં ગુરુવારે પ્રથમ વન-ડે: ભારતીય મહિલા ટીમની વર્લ્ડ કપ માટેની તૈયારી શરૂ!
બીજા બૅચમાં કોણ કોણ હતા?
પ્રથમ બૅચના ખેલાડીઓ પછી બીજી ફ્લાઇટમાં પર્થ પહોંચેલા બીજા બૅચમાં હેડ-કોચ ગૌતમ ગંભીર, સ્પિનર કુલદીપ યાદવ, ઑલરાઉન્ડર અક્ષર પટેલ, બોલિંગ-કોચ મૉર્ની મૉર્કલ અને સપોર્ટ સ્ટાફના મેમ્બર્સ સામેલ હતા.
ભારત-ઑસ્ટ્રેલિયા સિરીઝનું શેડ્યૂલ
(1) રવિવાર, 19મી ઑક્ટોબરઃ પ્રથમ વન-ડે, પર્થ, સવારે 9.00 વાગ્યાથી
(2) ગુરુવાર, 23મી ઑક્ટોબરઃ બીજી વન-ડે, ઍડિલેઇડ, સવારે 9.00 વાગ્યાથી
(3) શનિવાર, 25મી ઑક્ટોબરઃ ત્રીજી વન-ડે, સિડની, સવારે 9.00 વાગ્યાથી