સ્પોર્ટસ

BCCI ઇશાન કિશન અને શ્રેયસ અય્યરની અવગણના કરી રહ્યું છે? આ ખેલાડીઓ પણ પસંદગી ન પામ્યા

T20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બન્યા બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ઝિમ્બાબ્વેના આગામી પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમ(India’s tour of Zimbabwe)ના અન્ય સીનીયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, યુવા ભારતીય ટીમ શુભમન ગીલની આગેવાની હેઠળ 6 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે પાંચ T20I રમશે.

છેલ્લા અઠવાડિયામાં BCCIએ ટીમમાં બે વખત ફેરફાર કર્યા છે. પહેલા, શિવમ દુબેને ઈજાગ્રસ્ત નીતિશ કુમાર રેડ્ડીની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ સિલેક્ટરોએ મંગળવારે ફરી ફેરફારો કરી દુબેને ટીમમાંથી દૂર કર્યો હતો. સિલેક્ટરો ઝિમ્બાબ્વે સામેની પ્રથમ બે T20I માટે સંજુ સેમસન, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલના સ્થાને સાઈ સુદરસન, જીતેશ શર્મા અને હર્ષિત રાણાને સ્થાન આપ્યું છે. T20 વર્લ્ડ કપ ટીમમાં રહેલા સંજુ સેમસન, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલ અંતિમ બે T20I મેચો માટે ભારતીય ટીમ સાથે જોડાશે.

એવામાં BCCI અનુભવી ખેલાડી ઇશાન કિશનને જાણે ભૂલીજ ગઈ હોય એવું લાગી રહ્યું છે, વર્ષ 2023ના મધ્ય સુધી, ઋષભ પંતની ગેરહાજરીમાં ઇશાન T20I ફોર્મેટમાં ભારત માટે પહેલીપસંદગીનો વિકેટકીપર બેટ્સમેન હતો. જો કે, 2023 ODI વર્લ્ડ કપ પછી, ICC T20 ટૂર્નામેન્ટની તૈયારી માટે ભારતે તેના શેડ્યૂલના ભાગરૂપે 11 T20Iમાંથી ઇશાન માત્ર ત્રણમાં જ રમ્યો હતો. ઑસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ફિફ્ટી ફટકારવા છતાં, ઇશાન સિલેક્ટર્સનુ ધ્યાન ખેંચી શક્યો નથી, જીતેશ શર્મા ફ્રન્ટ ચોઇસ કીપર તરીકે ઉભરી આવ્યો.

એક મહિના પછી, ઇશાને મેન્ટલ હેલ્થ માટે બ્રેક લીધો હતો અને ત્યારપછી આંતરરાષ્ટ્રીય ક્રિયામાં પાછો જ ન ફરી શક્યો. BCCIએ તેને રણજી ટ્રોફીમાં ઝારખંડની મેચમાં હાજર નોટીસ મોકલી હતી, પરંતુ તેણે નોટીસની અવગણના કરી હતી અને બાદમાં IPL સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે બરોડામાં પ્રેક્ટીસ કરતો જોવા મળતાં બોર્ડના સભ્યો નારાજ થઈ ગયા હતા.

બાદમાં ટી20 વર્લ્ડ કપની ટીમમાં ઈશાનની અવગણના કરવામાં આવી હતી અને હવે એવું લાગે છે કે ઝિમ્બાબ્વે શ્રેણી માટે પણ તેની અવગણના કરવામાં આવી છે.

ઈશાન ઉપરાંત, શ્રેયસ અય્યર, જેમણે ગત મેમાં કોલકાતા નાઈટ રાઈડર્સને ત્રીજી આઈપીએલ ટાઈટલ જીતાડ્યું હતું, તેની પણ અવગણના કરવામાં આવી છે એવું લાગી રહ્યું છે.

પેસ-બોલર મયંક યાદવ અને ઉમરાન મલિકને પણ T20I શ્રેણી માટે ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા.

આઈપીએલની ગત સીઝનમાં RCB માટે યશ દયાલે શાનદાર પ્રદર્શન કર્યું હોવા છતાં તેની પસંદગી કરવામાં આવી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button