પર્થ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં (IND vs AUS 1st Test) રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે કેપ્ટન જસપ્રીત બુમરાહનો આ નિર્ણય ટીમ ઈન્ડિયા માટે યોગ્ય સાબિત ન થયો. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. કેએલ રાહુલ, ઋષભ પંત, ધ્રુવ જુરેલ અને નવોદિત નીતિશ રેડ્ડી સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરના સ્કોર સ્પર્શી શક્યો ન હતો અને આખી ટીમ 49.4 ઓવરમાં માત્ર 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
Also Read – આ તારીખથી શરુ થશે IPL 2025ની સિઝન, 2026 અને 2027ની તારીખો પણ જાહેર
ઓસ્ટ્રેલિયા તરફથી ધારદાર બોલિંગ જોવા મળી હતી. જોશ હેઝલવુડે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. આ સિવાય મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે પણ બે-બે વિકેટ લીધી હતી. મિચેલ માર્શને પણ બે વિકેટ મળી હતી. ભારત તરફથી ડેબ્યુ કરનાર નીતીશ કુમાર રેડ્ડીએ સૌથી વધુ 41 રન બનાવ્યા હતા.
Also Read – IND vs AUS: કેએલ રાહુલ આઉટ ન હતો! વીડિયો જોઇને તમે જ નક્કી કરો
એક પછી એક વિકેટ પડી:
ઓપનીંગમાં આવેલો યશસ્વી જયસ્વાલ ખાતું પણ ન ખોલાવી શક્યો, મિચેલ સ્ટાર્કે તેને આઉટ કર્યો. આ પછી ત્રીજા નંબરે આવેલો દેવદત્ત પડિકલ પણ શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલી પણ લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. તે પાંચ રન બનાવીને આઉટ થયો, જોશ હેઝલવુડે વિરાટને ઉસ્માન ખ્વાજાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ઇનિંગની શરૂઆત કરવા આવેલા કેએલ રાહુલ 74 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 26 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ધ્રુવ જુરેલ 11 રન બનાવીને અને વોશિંગ્ટન સુંદર ચાર રન બનાવીને આઉટ થયા હતા. 73 રનમાં 6 વિકેટ પડી ગયા બાદ રિષભ પંત અને નીતિશ કુમાર રેડ્ડીએ ઇનિંગને સંભાળી હતી. બંનેએ સાતમી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી હતી. પંત 78 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 37 રન બનાવીને આઉટ થયો હતો.
એક તરફ નીતીશ કુમાર રેડ્ડી ટકી રહ્યો પણ, સામે છેડે કોઈએ તેને સાથ ન આપ્યો. એક પછી એક વિકેટ પડતી રહી. ટીમ 150 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઈ.