સ્પોર્ટસ

ભારતના ચેસ ઓલિમ્પિયાડ ચેમ્પિયનોએ રોહિત શર્મા સ્ટાઈલમાં ટ્રોફી સ્વીકારી…

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ જયારે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી ત્યારે થયેલું ટ્રોફી સાથેનું સેલિબ્રેશન યાદગાર રહ્યું હતું, આ દરમિયાન કેપ્ટન રહિત શર્મા(Rohit Sharma)ની ટ્રોફી સ્વિકારતી વખતેની વોક ચર્ચાનો વિષય બની હતી. રોહિત શર્મા રોબોટની જેમ ચાલીને ધીમે ધીમે ટ્રોફી તરફ આગળ વધ્યો હતો. આવું જ દ્રશ્ય ગઈ કાલે હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં જોવા મળ્યું હતું. અહીં દેશને ગૌરવ અપાવનારી ભારતીય ચેસ ટીમે (Indian Chess team) રોહિત શર્માની સ્ટાઈલમાં જીતની ઉજવણી કરી હતી.

આ પણ વાંચો : Chess Olympiad: ભારતે રચ્યો ઇતિહાસ, પુરુષ-મહિલા ટીમે પહેલી વાર જીત્યા Gold Medal

ભારતીય ચેસ વિજેતાઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારતીય ચેસ ટીમ પોડિયમ પર ત્રિરંગા સાથે ઉજવણી કરી રહી છે. આ દરમિયાન પુરુષ ખેલાડી ડી ગુકેશ અને મહિલા ખેલાડી તાનિયા સચદેવે ટ્રોફી સાથે રોહિત શર્માની ખાસ સ્ટાઈલની નકલ કરી હતી.

રોહિત શર્મા પહેલા આર્જેન્ટીના ફિફા વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યું ત્યારે લિયોનેલ મેસ્સીએ આ પ્રકારની સ્ટાઈલથી ચાલ્યો હતો, ફૂટબોલ ફેન્સને મેસ્સીનો અંદાજ ખુબ પસંદ પડ્યો હતો.

જે બાદ આઈપીએલ ટાઈટલ જીત્યા બાદ શ્રેયસ અય્યર, ત્યારબાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને હવે ચેસ ટીમે આ ખાસ પ્રકારનું સેલિબ્રેશન કર્યું હતું.

નોંધનીય છે કે, ભારતની પુરૂષ અને મહિલા ટીમોએ રવિવારે ઈતિહાસ રચ્યો હતો અને ફાઇનલમાં પોતપોતાના હરીફોને હરાવીને 45મી ચેસ ઓલિમ્પિયાડમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારતીય પુરૂષ ટીમે 11મા અને અંતિમ રાઉન્ડમાં સ્લોવેનિયાને 3.5-0.5થી હરાવ્યું હતું જ્યારે મહિલા ટીમે પણ અઝરબૈજાનને સમાન અંતરથી હરાવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…