ઑલિમ્પિક્સનો મેડલ જીતી હોત તો હું ક્યારની નિવૃત્ત થઈ ગઈ હોતઃ બૉક્સર લવલીના | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ઑલિમ્પિક્સનો મેડલ જીતી હોત તો હું ક્યારની નિવૃત્ત થઈ ગઈ હોતઃ બૉક્સર લવલીના

નવી દિલ્હીઃ ભારતની વર્લ્ડ ચૅમ્પિયન મહિલા મુક્કાબાજ લવલીના બાર્ગોહેઇને (LOVLINA BORGHOHEIN) કહ્યું છે કે ` હું 2024ની પૅરિસ ઑલિમ્પિક્સમાં મેડલ જીતી હોત તો મેં એ સિદ્ધિ મેળવ્યા પછી તરત જ બૉક્સિંગ (BOXING)માંથી નિવૃત્તિ લઈ લીધી હોત, પરંતુ એ સપનું પૂરું ન થતાં મેં રિટાયરમેન્ટનો નિર્ણય માંડી વાળ્યો હતો.’

આસામ રાજ્યની લવલીના મહિલા બૉક્સિંગમાં 75 કિલો વર્ગમાં વર્લ્ડ ચૅમ્પિયન છે. તે 2020ની ટોક્યો ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી. તે 27 વર્ષની છે અને તે હવે 2028માં લૉસ ઍન્જલસમાં કરીઅરનો બીજો ઑલિમ્પિક મેડલ મેળવવા મક્કમ છે.

આપણ વાંચો: ભારતની વર્લ્ડ ચૅમ્પિયન લવલીના પરાજિત, બૉક્સિંગમાં ભારતનો ‘ધી એન્ડ’

લવલીના પૅરિસની ઑલિમ્પિક ગેમ્સમાં ક્વૉર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી. તેણે પીટીઆઇને કહ્યું, ` હું પૅરિસમાં ગોલ્ડ મેડલ જીતી શકી હોત, કારણકે જે પણ બૉક્સર ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ જીતી હતી એ ત્રણેયને ભૂતકાળમાં હું હરાવી ચૂકી હતી એટલે તેમને હરાવવાનું મારા માટે અઘરું ન હોત. જોકે મારી સફર ક્વૉર્ટર ફાઇનલમાં જ અટકી ગઈ હતી.’

શું તમે 2028ની લૉસ ઍન્જલસ (LOS ANGELES) ઑલિમ્પિક્સમાં મેડલ જીતશો તો રિટાયર થઈ જશો? એવા સવાલના જવાબમાં લવલીનાએ કહ્યું, ` હા, એ સંભવ છે.’

આપણ વાંચો: રવિવારે ભારતીયોને લક્ષ્ય, લવલીના અને હૉકી ટીમ પાસે મોટી આશા

ચોથી સપ્ટેમ્બરે ઇંગ્લૅન્ડના લિવરપૂલમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ શરૂ થશે અને લવલીના એ સાથે 2028ની ઑલિમ્પિક્સના મેડલ માટેનું મિશન શરૂ કરશે. હાલમાં તે ધૈર્ય તથા શક્તિ પર બધુ લક્ષ આપી રહી છે તેમ જ હરીફ ખેલાડીઓ વિશેનું વિશ્લેષણ કરવામાં બિઝી છે.

તે ઑલિમ્પિક્સનો તેમ જ વર્લ્ડ ચૅમ્પિયનશિપનો અને એશિયન સ્પર્ધાઓના મેડલ જીતી ચૂકી હોવા છતાં હજી વધુ મેડલની તલાશમાં છે. તેણે પીટીઆઇને કહ્યું, ` મને મુક્કાબાજીની એવી આદત પડી છે કે વધુ ને વધુ ચંદ્રકો જીતવાની મારી ઇચ્છા છે. હવે હું ઘણા દિવસે પાછી રિંગમાં જોવા મળીશ. છેલ્લા ઘણા અઠવાડિયા હું મારી બૉક્સિંગની ઍકેડેમીમાં વ્યસ્ત હતી.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button