સ્પોર્ટસ

અધધધ…ભારતે યોગાસનની એશિયન સ્પર્ધામાં આટલા ગોલ્ડ મેડલ જીતી લીધા!

નવી દિલ્હીઃ ભારતે અહીં આયોજિત એશિયન યોગાસન (Asian Yogasan) સ્પોર્ટ ચૅમ્પિયનશિપમાં ધાર્યા પ્રમાણે પ્રભુત્વ જમાવ્યું હતું અને કુલ મળીને 83 ગોલ્ડ મેડલ જીતી લીધા હતા. સ્વાભાવિક રીતે, 21 દેશની આ સ્પર્ધામાં યોગાસનના ભારતીય સ્પર્ધકો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કરશે એવી અપેક્ષા હતી જેને તેમણે સાચી પાડી હતી.

ભારતે (India) 83 સુવર્ણ ચંદ્રક (83 gold medals) ઉપરાંત ત્રણ સિલ્વર અને એક બ્રૉન્ઝ સહિત કુલ મળીને 87 મેડલ જીતી લીધા હતા.

જોકે ભારતની પ્રાચીન વિદ્યા યોગાસનની લોકપ્રિયતા મોંગોલિયા, ઓમાન તથા નેપાળમાં પણ છે અને એનો પુરાવો આ ત્રણ દેશે ટોચના પાંચ મેડલ-વિજેતા દેશોમાં સ્થાન મેળવ્યું એના પરથી મળે છે.

ખાસ કરીને એશિયામાં યોગાસન વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યું છે અને દિલ્હીની સ્પર્ધામાં ઉઝબેકિસ્તાન, શ્રીલંકા, થાઇલૅન્ડ, કઝાખસ્તાન અને ભુતાનના સ્પર્ધકોએ જે રીતે પર્ફોર્મ કર્યું એના પરથી સાબિત થાય છે કે યોગાસનની આવનારી સ્પર્ધાઓમાં આ દેશોના સ્પર્ધકો વધુ ચંદ્રકો જીતશે.

આપણ વાંચો:  મુંબઈએ લખનઊની ટીમને 54 રનથી કચડી નાખી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button