સ્પોર્ટસ

ભારત માત્ર બે વાર 100-પ્લસની લીડ ઉતારીને જીત્યું છે: પુણેમાં ચમત્કાર જ ભારતને વિજય અપાવશે

પુણે: ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં મેઘરાજાના વિઘ્ન બાદ કિવીઓએ ભારતને પ્રથમ દિવસ વરસાદને લીધે ધોવાઈ ગયા બાદ બાકીના ચાર દિવસના રોમાંચક મુકાબલામાં હરાવી દીધું, પરંતુ અહીં પુણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનના ગ્રાઉન્ડ પર મૅચના પહેલા ત્રણ-ચાર દિવસમાં જ પરિણામ આવી જવાની સંભાવના છે. આ મુકાબલામાં કિવીઓના વિજયની વધુ સંભાવના છે અને જો તેઓ જીતશે તો ભારતની ધરતી ઉપર 69 વર્ષના બન્ને દેશ વચ્ચેના ટેસ્ટ-ઇતિહાસમાં તેમણે પહેલી જ વખત ટેસ્ટ-શ્રેણી જીતી કહેવાશે.

ન્યૂ ઝીલૅન્ડ પોતાને ત્યાં ભારત સામે છ ટેસ્ટ-શ્રેણી જીત્યું છે, પરંતુ ભારતમાં (69 વર્ષમાં) કુલ 12 ટેસ્ટ-સિરીઝ રમવા છતાં ક્યારેય તેઓ ટ્રોફી જીતી નથી શક્યા.
પુણેમાં શુક્રવારે ભારતે પ્રથમ દાવમાં લંચ-બ્રેક સુધીમાં ફક્ત 107 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી.
શુક્રવારની બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ન્યૂ ઝીલૅન્ડનો બીજા દાવનો સ્કોર પાંચ વિકેટે 198 રન હતો. પ્રથમ દાવની 103 રનની સરસાઈ ઉમેરતાં ન્યૂ ઝીલૅન્ડના 301 રન હતા. જો ભારતને 400ની આસપાસનો ટાર્ગેટ અપાશે તો ટર્નિંગ પિચ પર એ મેળવવો ભારતીય ટીમ માટે મુશ્કેલ બની શકે. જોકે કોઈ ચમત્કારિક પર્ફોર્મન્સ જ હવે ભારતને વિજય અપાવી શકે એમ છે.

ભારત માત્ર બે વખત 100-પ્લસની લીડ ઉતારીને જીત્યું છે. 1976માં પોર્ટ ઑફ સ્પેનમાં વેસ્ટ ઇન્ડિઝે પહેલા દાવમાં 131 રનની લીડ લીધી હોવા છતાં પછીથી ભારતે 403 રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો અને એ વિશ્ર્વવિક્રમ ઘણા વર્ષો સુધી અતૂટ રહ્યો હતો.

2001માં કોલકાતામાં રમાયેલી ટેસ્ટમાં ભારતે ઐતિહાસિક પર્ફોર્મ કર્યું હતું. ઑસ્ટ્રેલિયાએ 274 રનની સરસાઈ લીધા પછી ભારતે બીજા દાવમાં વીવીએસ લક્ષ્મણના 281 રન તથા દ્રવિડના 180 રનની મદદથી 657/7 ડિક્લેર્ડના સ્કોર સાથે કાંગારૂઓને 384 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ભારતે તેમને 212 રનમાં આઉટ કરીને 171 રનથી યાદગાર વિજય મેળવ્યો હતો.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker