સ્પોર્ટસ
રવિવારે મહિલા વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન વચ્ચે જંગ…

કોલંબોઃ મહિલાઓના વન-ડે વર્લ્ડ કપમાં રવિવાર, પાંચમી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોના મેદાન પર (બપોરે 3.00 વાગ્યાથી) જંગ થશે. પુરુષોના એશિયા કપમાં ગયા રવિવારે સૂર્યકુમારની ટીમે સલમાન આગાની પાકિસ્તાની ટીમને ધૂળચાટતી કરી ત્યાર પછી રવિવારે હરમનપ્રીત કૌરની ટીમે ફાતિમા સનાની ટીમને નામોશી જોવડાવવાની છે.
કોલંબોમાં શનિવારે વરસાદને કારણે શ્રીલંકા-ઑસ્ટ્રેલિયા મૅચ નહોતી રમાઈ એ જોતાં રવિવારે ભારત-પાકિસ્તાનની મૅચમાં પણ મેઘરાજા વિઘ્ન ઊભા કરી શકે.
મેન્સ ક્રિકેટની માફક મહિલા ક્રિકેટમાં પણ બીસીસીઆઇએ પાકિસ્તાની ટીમની કોઈ પણ ખેલાડી સાથે હાથ ન મિલાવવાની નીતિ રાખી છે.
વન-ડે ક્રિકેટમાં પાકિસ્તાન (Pakistan) સામે ભારત (India) તમામ 11 મૅચ જીત્યું છે. ભારતે આ મૅચો ઓછામાં ઓછા 80 રન કે પાંચ વિકેટના માર્જિનથી જીતી છે.