પર્થ: ભારતે અહીં આજે સવારે ઑસ્ટ્રેલિયા સામે સિરીઝની પહેલી ટેસ્ટમાં ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ઘણા વર્ષે ભારતની ટેસ્ટ ટીમમાં પીઢ અને અનુભવી ખેલાડીઓ કરતાં યુવા ખેલાડીઓનો વધુ સમાવેશ જોવા મળી રહ્યો છે.
ઑલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી અને ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ટેસ્ટમાં ડેબ્યૂ કરવાનો મોકો આપવામાં આવ્યો છે.
Also read: ઑસ્ટ્રેલિયામાં ભારતના 4-0ના મુશ્કેલ મિશનની શરૂઆતની ઘડીઓ ગણાઈ રહી છે…
અનુભવી સ્પિનર આર. અશ્વિન અને રવીન્દ્ર જાડેજા કરતાં સ્પિન-ઑલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ટીમમાં સમાવવામાં આવ્યો છે. તાજેતરમાં જ બીજી વાર પિતા બનેલો રોહિત શર્મા આ ટેસ્ટમાં નથી રમવાનો. તેની ગેરહાજરીમાં નેતૃત્વની જવાબદારી સંભાળી રહેલા જસપ્રીત બુમરાહે ટૉસ જીત્યા બાદ કહ્યું હતું કે ‘પર્થની આ પિચ શરૂઆતમાં બૅટિંગ કરવા માટે ઘણી સારી છે એટલે અમે પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો છે.’ ભારતે એવી પ્લેઇંગ-ઇલેવન પસંદ કરી છે જેમાં બૅટિંગ લાઈન-અપ છેક નવમા નંબર સુધી છે. પર્થમાં ત્રણ દિવસ પહેલાં કમોસમી વરસાદ પડ્યો હતો.બન્ને દેશની પ્લેઇંગ-ઇલેવન પર એક નજર…
Also read: કેએલ રાહુલ વિશે પુજારા શું માને છે? પડિક્કલ માટે મયંક અગરવાલે કઈ અગત્યની સલાહ આપી?
ભારતઃ જસપ્રીત બુમરાહ (કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી, ધ્રુવ જુરેલ, વૉશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા અને મોહમ્મદ સિરાજ.
ઑસ્ટ્રેલિયાઃ પૅટ કમિન્સ (કૅપ્ટન), ઍલેક્સ કૅરી (વિકેટકીપર), ઉસમાન ખ્વાજા, નૅથન મૅકસ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચલ માર્શ, મિચલ સ્ટાર્ક, નૅથન લાયન અને જૉશ હૅઝલવૂડ.