સ્પોર્ટસ

ભારતે ફીલ્ડિંગ પસંદ કરી, ઇલેવનમાં આ બે ફેરફાર કરાયા

ચેન્નઈઃ ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ઇંગ્લૅન્ડ સામે અહીં આજે બીજી ટી-20માં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે.

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાતી આ મૅચમાં ઈજાગ્રસ્ત નીતીશ કુમાર રેડ્ડી તથા રિન્કુ સિંહના સ્થાને વૉશિંગ્ટન સુંદર અને ધ્રુવ જુરેલને ઇલેવનમાં સમાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ટી-20 વર્લ્ડમાં સિંઘ ઇઝ કિંગ

જુરેલ ઇલેવનમાં સામેલ કરાયો છે, પરંતુ વિકેટકીપિંગની જવાબદારી સંજુ સૅમસન સંભાળશે.
ઇંગ્લૅન્ડના કૅપ્ટન જૉસ બટલરે પણ ઇલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરી હતી. જૅકબ બેથેલ બીમાર હોવાથી તેના સ્થાને જૅમી સ્મિથને અને ગસ ઍટક્નિસનના સ્થાને બ્રાયડન કાર્સનો ઇલેવનમાં સમાવેશ કરાયો છે.

ભારતે પાંચ સિરીઝવાળી આ શ્રેણીની પ્રથમ મૅચ સાત વિકેટે જીતી લીધી હતી. અભિષેક શર્મા એમાં સ્ટાર બૅટર હતો, જ્યારે સ્પિનર વરુણ ચક્રવર્તીએ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો હતો.

આ પણ વાંચો: ફેવરિટ ક્રમ ઓપનિંગમાં આતશબાજી કરીને શુભમન ગિલ પાછો ફૉર્મમાં આવી ગયો

બન્ને દેશની પ્લેઇંગ-ઇલેવન

ભારતઃ સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અભિષેક શર્મા, સંજુ સૅમસન (વિકેટકીપર), અક્ષર પટેલ (વાઇસ-કૅપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, ધ્રુવ જુરેલ, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.

ઇંગ્લૅન્ડઃ જૉસ બટલર (કૅપ્ટન), બેન ડકેટ, ફિલ સૉલ્ટ (વિકેટકીપર), હૅરી બ્રૂક, લિઆમ લિવિંગસ્ટન, જૅમી સ્મિથ, જૅમી ઑવર્ટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ અને માર્ક વૂડ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button