સ્પોર્ટસ

તિલક કી જય હો…ભારતને રોમાંચક વિજય અપાવ્યો

ચેન્નઈઃ ભારતે અહીં સૂર્યકુમારના સુકાનમાં ઇંગ્લૅન્ડ સામેની બીજી ટી-20 જીતીને પાંચ મૅચવાળી શ્રેણીમાં 2-0થી સરસાઈ લીધી હતી. લેફ્ટ-હૅન્ડ બૅટર તિલક વર્મા (72 અણનમ, પંચાવન બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર) આ વિજયનો હીરો હતો. વનડાઉનમાં આવ્યા બાદ તેણે સામા છેડે એક પછી એક સાથીને આઉટ થતો જોયો હતો, પરંતુ પોતે ક્રીઝમાં ટકી રહ્યો અને ભારતને જિતાડીને રહ્યો હતો. ભારતે 166 રનના લક્ષ્યાંક સામે 19.2 ઓવરમાં આઠ વિકેટે 166 રન બનાવીને જીત હાંસલ કરી હતી. વૉશિંગ્ટન સુંદરે 26 રનનું યોગદાન આપ્યું હતું અને છેલ્લે રવિ બિશ્નોઈ (નવ અણનમ, પાંચ બૉલ, બે ફોર) પણ ઉપયોગી ઇનિંગ્સ રમ્યો હતો. બ્રાયડન કાર્સે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

એ પહેલાં, ઇંગ્લૅન્ડે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં નવ વિકેટે 165 રન બનાવ્યા હતા. ભારત વતી કુલ સાત બોલરે બોલિંગ કરી હતી જેમાં રવિ બિશ્નોઈને બાદ કરતા બીજા તમામ છ બોલરને એક કે બે વિકેટ મળી હતી. જૉસ બટલરના 45 રન ટીમમાં હાઇએસ્ટ હતા. અક્ષર પટેલે બટલરને તિલક વર્માના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.

બ્રાયડન કાર્સના 31 રન ટીમમાં સેકન્ડ હાઇએસ્ટ હતા.
વાઇસ-કૅપ્ટન અક્ષર પટેલે બે વિકેટ અને પહેલી મૅચના પુરસ્કાર-વિજેતા વરુણ ચક્રવર્તીએ હોમટાઉન ચેન્નઈમાં બે વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: ભારતના સાત બોલરના આક્રમણ સામે ઇંગ્લૅન્ડના 165/9

અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા, વૉશિંગ્ટન સુંદર અને અભિષેક શર્માએ એક-એક વિકેટ લીધી હતી.

આ મૅચમાં ઈજાગ્રસ્ત નીતીશ કુમાર રેડ્ડી તથા રિન્કુ સિંહના સ્થાને વૉશિંગ્ટન સુંદર અને ધ્રુવ જુરેલને ઇલેવનમાં સમાવવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button