સ્પોર્ટસ

બુધવારે બીજી વન-ડે પણ જીતીને ભારત ટેસ્ટની નામોશી ભુલાવશે

રાયપુરઃ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ-શ્રેણી 0-2થી હાર્યા બાદ ભારતે આ જ દેશ સામેની વન-ડે સિરીઝની પહેલી રોમાંચક વન-ડે (one day) રવિવારે રાંચીમાં 17 રનથી જીતી લીધી ત્યાર બાદ હવે રાયપુરમાં બુધવાર, ત્રીજી ડિસેમ્બરે (બપોરે 1.30 વાગ્યાથી) બીજી મૅચ છે જે જીતીને ટીમ ઇન્ડિયા 2-0થી વિજયી સરસાઈ મેળવી લેવા કોઈ કસર બાકી નહીં રાખે.

ભારત (India) કદાચ રવિવારની વિનિંગ ટીમ જાળવી રાખશે એવું અનુમાન છે. જોકે સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ મૅચમાં પછડાટ ખાઈ ચૂકી હોવાથી પ્લેઇંગ-ઇલેવનમાં ફેરફાર કરશે એવી ધારણા છે.

આ પણ વાંચો: વિરાટ કોહલીએ યશસ્વી જયસ્વાલની હેરસ્ટાઈલની કરી મજાક, જુઓ વાયરલ વીડિયો

બૅટિંગમાં ચોથા-પાંચમા સ્થાને અનુક્રમે ઋતુરાજ ગાયકવાડ અને વૉશિંગ્ટન સુંદરને રવિવારે અજમાવ્યા હતા અને એમાં લગભગ ફેરફાર નહીં કરવામાં આવે એવી સંભાવના છે.

બન્ને દેશની સંભવિત પ્લેઇંગ-ઇલેવન

ભારતઃ યશસ્વી, રોહિત, વિરાટ, રાહુલ (કૅપ્ટન), ઋતુરાજ/પંત, વૉશિંગ્ટન, જાડેજા, હર્ષિત, કુલદીપ, અર્શદીપ અને ક્રિષ્ના.

સાઉથ આફ્રિકાઃ માર્કરમ, ડિકૉક/રિકલ્ટન (વિકેટકીપર), બવુમા (કૅપ્ટન), બ્રીટ્ઝકે, ઝૉર્ઝી, બે્રવિસ, યેનસેન, કૉર્બિન, મહારાજ, બર્ગર, બાર્ટમૅન.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button