સ્પોર્ટસ

IND vs ZIM: ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે ટૂર માટે રવાના થઈ, જાણો સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket team) ચેમ્પિયન બની છે, ટીમ ઈન્ડિયાનો અગામી પડાવ ઝિમ્બાબ્વે(Zimbabwe) છે, T20 વર્લ્ડ કપ રમનારા સીનીયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જયારે IPLની ગત સિઝનમાં સારું પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓને ટીમમાં મોકો આપવામાં આવ્યો છે, ટીમની કમાન શુભમન ગીલ(Shubhman Gill)ના હાથમાં છે. જયારે વીવીએસ લક્ષ્મણ(VVS Lakshman) ટીમના કોચની ભમિકા ભજવશે. ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે. BCCIએ સોશિયલ મીડિયા x પર કેટલીક તસ્વીર શેર કરી આ અંગે માહિતી આપી છે.

બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)એ શેર કરેલી તસવીરોમાં વીવીએસ લક્ષ્મણ, રિયાન પરાગ અને અન્ય ઘણા ખેલાડીઓ જોવા મળે છે. અભિષેક શર્મા, રિયાન પરાગ, તુષાર દેશપાંડેને પ્રથમ વખત ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. અગાઉ નીતીશ રેડ્ડીનું નામ પણ આ ટીમમાં હતું, પરંતુ તે ઈજાના કારણે ટીમની બહાર થઇ ગયો છે અને તેના સ્થાને શિવમ દુબેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

IND vs ZIMનું શેડ્યુલ:
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 મેચની સિરીઝની પ્રથમ મેચ 6 જુલાઈના રોજ રમાશે, બીજી મેચ 7 જુલાઈએ રમાશે, ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચ 10 જુલાઈએ રમાશે, ચોથી મેચ 13 જુલાઈએ રમાશે, સિરીઝની પાંચમી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચ 14 જુલાઈએ રમાશે. સિરીઝની તમામ મેચો હરારે સ્પોર્ટ્સ ક્લબમાં યોજાશે.

ભારતીય સમય અનુસાર તમામ મેચો 4.30 વાગ્યાથી શરૂ થશે જ્યારે આ મેચ ઝિમ્બાબ્વેના સમય અનુસાર બપોરે 1 વાગ્યાથી રમાશે. ઝિમ્બાબ્વેએ પણ ભારત સામેની T20I શ્રેણી માટે તેની ટીમની જાહેરાત કરી દીધી છે અને આ ટીમ સિકંદર રઝાની કપ્તાનીમાં ભારત સામે મેદાનમાં ઉતરશે.

ભારતીય ટીમઃ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, શિવમ દુબે.

ઝિમ્બાબ્વે ટીમ:
સિકંદર રઝા (કેપ્ટન), ફરાઝ અકરમ, બ્રાયન બેનેટ, જોનાથન કેમ્પબેલ, ટેન્ડાઈ ચતારા, લ્યુક જોંગવે, ઈનોસન્ટ કૈયા, ક્લાઈવ મડાન્ડે, વેસ્લી માધવેરે, તદીવનાશે મારુમાની, વેલિંગ્ટન મસાકાડઝા, બ્રાંડન માવુતા, બ્લેસિંગ મુઝારાબાની, ડીયોન માયર્સ, એન્ટમ નકવી, રિચર્ડ નગારવા, મિલ્ટન શુમ્બા.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ