સ્પોર્ટસ

IND vs ZIM T20: ટીમ ઇન્ડિયા આજે સિરીઝ પર કબજો કરશે કે ઝિમ્બાબ્વે ઉલફેર કરશે? બંને ટીમોની સંભવિત પ્લેઇંગ 11

હરારે: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની T20 સિરીઝ(IND vs ZIM T20)ની ચોથી મેચ આજે હરારેમાં રમાશે. 2-1થી આગળ ચાલી રહેલી ટીમ ઈન્ડિયા(Indian Cricket team) આજની મેચ જીતીને સિરીઝ પર કબજો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે, ત્યારે ઝિમ્બાબ્વેની ટીમ યુવા ભારતીય ટીમ સામે અપસેટ સર્જવા સક્ષમ છે.

શુભમન ગીલની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ સિરીઝનીની શરૂઆત હાર સાથે કરી હતી, પરંતુ પ્રથમ મેચ હારી ગયેલી ભારતીય ટીમે પછીની બે મેચ જીતી લીધી હતી.

પીચ રીપોર્ટ:
સિરીઝમાં તમામ મેચ હરારેના હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહી છે. અહીં પ્રથમ મેચમાં જ બેટ્સમેનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેમાં બંને ટીમ 120 રનનો આંકડો પણ પાર કરી શકી ન હતી. ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરતા 115 રન બનાવ્યા હતા અને જવાબમાં ટીમ ઈન્ડિયા માત્ર 102 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

ત્યારબાદ બીજી અને ત્રીજી ટી-20માં પીચથી બેટ્સમેનને ઘણી મદદ મળી. બીજી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 234 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વે 134 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ પછી, ત્રીજી મેચમાં, ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું અને કુલ 182/4 રનનો સ્કોર બનાવ્યો હતો.

આજે ચોથી મેચમાં પણ બેટ્સમેનોનો દબદબો જોવા મળી શકે છે. અહીંની પિચ ડ્રાઈ છે, જ્યાં ફાસ્ટ બોલરોને સ્વિંગ માટે વધારે મદદ મળી રહી નથી.

ભરતીય ટીમ:

રોહિત, વિરાટ અને જાડેજા જેવા દિગ્ગજ ખેલાડીઓની નિવૃત્તિ પછી યુવા ખેલાડીઓ ભારતીય ટીમમાં છાપ છોડવા પ્રયાસ કરી રહ્યા છે. વોશિંગ્ટન સુંદર અને અભિષેક શર્મા પર સૌની નજર છે. T20 ઇન્ટરનેશનલમાંથી રવિન્દ્ર જાડેજાની નિવૃત્તિ પછી, વોશિંગ્ટનની નજર સ્પિન ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન મેળવી શકે છે. શ્રીલંકા પ્રવાસ માટે ટીમ પસંદ કરતી વખતે તેના નામ પર ચોક્કસપણે વિચાર કરવામાં આવશે. સ્પિન બોલર હોવા ઉપરાંત તે લોઅર ઓર્ડરનો સારો બેટ્સમેન પણ છે.
અભિષેક યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરવાનો વિકલ્પ બની શકે છે. આ સિરીઝમાં બીજી મોટી ઇનિંગ્સ રમીને પોતાનો દાવો મજબૂત કરવા ઈચ્છશે. સંજુ સેમસન અને શિવમ દુબે બાકીની બે મેચમાં સારું પ્રદર્શન કરવા ઈચ્છશે.

આજના મેચ માટે બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11:
ભારત: શુભમન ગિલ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, રિંકુ સિંહ, યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, સંજુ સેમસન, મુકેશ કુમાર, ખલીલ અહેમદ, રવિ બિશ્નોઈ.

ઝિમ્બાબ્વે: તદિવનાશે મારુમાની, ડીઓન માયર્સ, વિસ્લી માધવેરે, જોનાથન કેમ્બેલ, એલેક્ઝાન્ડર રઝા, બ્રાયન બેનેટ, ક્લાઈવ મડાન્ડે, ટેન્ડાઈ ચતારા, વેલિંગ્ટન મસાકાડઝા, બ્લેસિંગ મુઝારાબાની, રિચાર્ડ નગરવા.

લાઈવ સ્ટ્રીમીંગ:
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાનારી ચોથી T20 મેચ ભારતીય દર્શકો સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લાઈવ એપ દ્વારા કરવામાં આવશે, જેના માટે તમારે પૈસા ચૂકવવા પડશે. જો તમે Jio યુઝર છો, તો તમે Jio TV પર ફ્રીમાં મેચ જોઈ શકશો. ભારતીય સમય અનુસાર મેચ સાંજે 4.30 વાગ્યે શરૂ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button