અશ્વિનની ખોટ જરૂર વર્તાય છે, પણ એક દિવસ તમને જાડેજા પણ મેદાન પર નહીં દેખાયઃ રવીન્દ્ર જાડેજા…

`બાપુ’એ એક અવૉર્ડ સાથે મેળવી બે મોટી સિદ્ધિઃ જાણો, કેવી રીતે…
અમદાવાદઃ ઘરઆંગણે 12 વર્ષમાં સતત 18 ટેસ્ટ-સિરીઝ જીતવાના વિક્રમમાં રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા, બન્ને સ્પિનરના એકસરખા યોગદાન હતા, પરંતુ હવે માત્ર જાડેજા (JADEJA) સ્ટેડિયમ ગજાવી રહ્યો છે, કારણકે અશ્વિન (ASHWIN) નિવૃત્ત થઈ ચૂક્યો છે અને જડ્ડુ’ તરીકે જાણીતા જાડેજાએ શનિવારે અહીં ભારતને વેસ્ટ ઇન્ડિઝ સામે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી વિજય અપાવ્યા પછી અશ્વિન વિશે પૂછાતાં કહ્યું, આપણે અશ્વિનને જરૂર મિસ કરી રહ્યા છીએ.
ભારતીય ક્રિકેટમાં તેનું અનેરું યોગદાન રહ્યું છે. ભારતમાં ટેસ્ટ સિરીઝ હોય અને તે ન રમતો હોય એ કલ્પી પણ ન શકાય. એવું જ લાગ્યા કરે કે હમણાં તે બૉલ ફેંકશે. જોકે પછી વિચાર આવે કે તે તો રિટાયર થઈ ગયો છે. ભવિષ્યમાં તમે કહેશો કે જડ્ડુ નથી? કહેવાનો મતલબ એ છે કે કોઈ મારું સ્થાન લેશે. અશ્વિનની ખોટ જરૂર વર્તાય છે, પણ એક દિવસ તમને જાડેજા પણ મેદાન પર નહીં દેખાય.’
જાડેજાએ શનિવારે ટેસ્ટ ક્રિકેટમાં 11મો મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ જીતી લીધો હતો. એ સાથે તેણે દ્રવિડની બરાબરી કરી હતી. ભારતીયોમાં હવે માત્ર સચિન (14 અવૉર્ડ) તેમનાથી આગળ છે.
એક જ ટેસ્ટમાં સેન્ચુરી કરવા ઉપરાંત ચાર કે વધુ વિકેટ લેનારાઓમાં અશ્વિનની તેમ જ સર ગૅરી સોબર્સની બરાબરી કરી છે. સોબર્સ અને અશ્વિન બાદ હવે જાડેજાએ પણ ચાર મૅચમાં આ સિદ્ધિ મેળવી છે. આ પુરસ્કારની યાદીમાં ઇયાન બૉથમ (પાંચ ટેસ્ટમાં સેન્ચુરી અને 4-પ્લસ વિકેટ) પહેલા નંબરે છે.
આ પણ વાંચો…ભારતનો વેસ્ટ ઇન્ડિઝ સામે નવો વિક્રમ, સૌથી ઓછા બૉલમાં પરાજિત કર્યું…