યશસ્વી થયો ગ્રેમ સ્મિથની બરાબરીમાં, બ્રેડમૅનની નજીક પહોંચ્યો…

નવી દિલ્હીઃ અહીં વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં શુક્રવારનો પ્રથમ દિવસ યશસ્વી જયસ્વાલનો હતો જેમાં તે ઓપનિંગમાં આવ્યા બાદ રમતના અંત સુધી નૉટઆઉટ તો રહ્યો, તેણે ફરી એક વાર 150-પ્લસ રન કર્યા એ સાથે તેના નામ સાથે મહાન બૅટ્સમેન સર ડૉન બ્રેડમૅનનું નામ સાંકળી લેવામાં આવ્યું છે.
યશસ્વી (Yashasvi)એ સાતમી સેન્ચુરી ફટકારી હતી. તે 173 રન બનાવીને નૉટઆઉટ હતો. 24 વર્ષથી ઓછી ઉંમરે ટેસ્ટમાં ઓપનિંગમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારનારાઓમાં તે હવે સાઉથ આફ્રિકાના ગ્રેમ સ્મિથ (Graem Smith)ની બરાબરીમાં થઈ ગયો છે.
ભારતીયોમાં માત્ર સચિન તેન્ડુલકરે 24 વર્ષની ઉંમરે પહોંચતાં પહેલાં (યશસ્વી કરતાં) વધુ સદી ફટકારી હોવાનું રેકૉર્ડ-બુકમાં છે યશસ્વીની કુલ સાત સેન્ચુરીમાંથી પાંચમાં તેણે 150-પ્લસ રન કર્યા છે. 24 વર્ષની ઉંમર પૂરી કરતાં પહેલાં સૌથી વધુ 150-પ્લસ રન કરનારાઓમાં યશસ્વીથી આગળ હવે માત્ર સર ડૉન બ્રેડમૅન (Bradman)નું નામ છે.
આ પણ વાંચો…પહેલો દિવસ યશસ્વીનો, હવે બીજા દિવસે ત્રીજી ડબલ સેન્ચુરી ફટકારશે?