વાનખેડેમાં ભારતીય બૅટ્સમેનોએ અમેરિકનોને એક પછી એક કૅચના જલસા કરાવ્યા

વર્લ્ડ કપમાં પહેલા જ દિવસે અભિષેક અને શિવમ પોતાના પ્રથમ બૉલ પર આઉટ
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડ કપમાં યુએસએની ટીમે બૅટિંગ આપ્યા બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતનો સાધારણ શરૂઆત બાદ જોરદાર ધબડકો થયો હતો. 13 ઓવરમાં 77 રનમાં ભારતે છ વિકેટ ગુમાવી અને તમામ બૅટ્સમેને કૅચ ચડાવ્યા હતા.
ભારતે 50 રનની અંદર ચાર વિકેટ ગુમાવી દીધી. વર્લ્ડ નંબર વન બેટ્સમેન અભિષેક ટીમની ઇનિંગ્સની બીજી ઓવરમાં પોતાના પહેલા બૉલમાં વિકેટ ગુમાવી બેઠો હતો. પેસ બોલર અલી ખાને ડીપ કવરમાં તેને ક્રિષ્નમૂર્તિના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
ઈશાન કિશન (20 રન) તિલક વર્મા (પચીસ રન) સાથેની 38 રનની ભાગીદારી બાદ આઉટ થયો હતો.
પેસ બોલર શેડલી વૅનની જે ઓવરમાં બીજા બૉલમાં ઈશાન આઉટ થયો એ જ ઓવરના પાંચમા બૉલમાં તિલકે વિકેટ ગુમાવી અને છેલ્લા બૉલમાં શિવમે વિકેટ ફેંકી દીધી હતી. શેડલીની આ ત્રણેય વિકેટમાં બૅટ્સમેન કૅચઆઉટ થયા હતા.
કેપ્ટન સૂર્યકુમાર સાથેની 26 રનની ભાગીદારી બાદ રિન્કુ સિંહ (છ રન) મોહમ્મદ મોહસીનના બૉલમાં કૅચઆઉટ થયો હતો. પાંચ રન બાદ હાર્દિકે પણ વિકેટ ગુમાવી હતી.
હાર્દિક સાતમા ક્રમે બૅટિંગમાં આવ્યો ત્યારે જામ-પૅકડ સ્ટેડિયમમાં પ્રેક્ષકોએ તેને ચિયર અપ કર્યો હતો, પણ તે એક ફોર માર્યા બાદ પોતાના છઠ્ઠા બૉલ પર આઉટ થયો હતો.



