સ્પોર્ટસ
સિરાજનું 19 મહિને ભારતની ટી-20 ટીમમાં કમબૅક: હર્ષિતના સ્થાને સ્કવૉડમાં સામેલ…

મુંબઈ: ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે આજે શરૂ થયેલા ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમમાં ઈજાગ્રસ્ત હર્ષિત રાણાના સ્થાને મોહમ્મદ સિરાજને સમાવ્યો છે. સિરાજ (Siraj) 19 મહિને ટી-20 આંતરરાષ્ટ્રીયમાં પાછો આવ્યો છે. તે છેલ્લે જુલાઈ, 2024માં ભારત વતી ટી-20 રમ્યો હતો.
સિરાજ દેશ વતી માત્ર 16 ટી-20 રમ્યો છે જેમાં તેણે 14 વિકેટ લીધી છે. 7.79 તેનો ઇકોનોમી રેટ છે. જોકે તેને આઈપીએલનો બહોળો અનુભવ છે. તેણે આઈપીએલમાં 108 મૅચમાં 109 વિકેટ લીધી છે.

હર્ષિત (Harshit)ને પ્રેક્ટિસ મૅચમાં ઘુંટણમાં ઈજા થઈ હતી. સિરાજ 45 ટેસ્ટ અને 50 વન-ડે પણ રમી ચૂક્યો છે જેમાં તેણે કુલ 215 વિકેટ લીધી છે.
ભારતીય ટીમમાં સિરાજ ઉપરાંતના ફાસ્ટ બોલર્સમાં બુમરાહ, અર્શદીપ, હાર્દિક અને શિવમ દુબેનો સમાવેશ છે.
આ પણ વાંચો…સૂર્યવંશીની કમાલ જોઈ, હવે શનિવારથી સૂર્યકુમારના શૂરવીરોની ધમાલ જોઈશું…



