સ્પોર્ટસ
સાઉથ આફ્રિકા સામેની ટી-20 છેવટે રદઃ ભારત હવે શ્રેણી નહીં હારે…

લખનઊ: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ચોથી ટી-20 અહીં આજે ગાઢ ધુમ્મસને કારણે છેવટે રદ જાહેર કરવામાં આવી છે.
આ મૅચનો ટૉસ પણ નહોતો થઈ શક્યો અને અમ્પાયરોએ વારંવાર (લગભગ 15 વખત) પરિસ્થિતિનું અવલોકન કરવું પડ્યું હતું. તેમણે સત્તાવાર રીતે પાંચ વાર નિરીક્ષણ કરાયું હતું.
અંતિમ મૅચ શુક્રવારે (સાંજે 7.00 વાગ્યાથી) અમદાવાદ (Ahmedabad)માં રમાવાની છે. એક વાત નક્કી છે કે ભારત હવે આ સિરીઝ (Series) નહીં હારે.
ભારત 2-1થી આગળ છે અને અમદાવાદની મૅચ જીતીને ભારતીયો 3-1થી ટ્રોફી જીતી શકશે અને જો પ્રવાસી ટીમ જીતી જશે તો ટ્રોફી પર બન્ને ટીમનો 2-2થી કબજો કહેવાશે.



