પાર્લ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની ODI સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ આજે ગુરુવાર, 21 ડિસેમ્બરના રોજ પાર્લના બોલેન્ડ પાર્ક ખાતે રમાશે. હાલ આ 3 મેચની સિરીઝ 1-1 થી બરાબર છે, એવામાં આજની મેચ મહત્વની રહેશે, આ મેચનું પરિણામ સીરિઝ વિજેતા નક્કી કરશે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડેમાં 8 વિકેટે જીત મેળવી હતી, ત્યારે બીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાએ 8 વિકેટે જીત મેળવી હતી.
પાર્લમાં મેચ દરમિયાન તાપમાન 36 ડિગ્રી રહેવાની સંભાવના છે. પવન ફૂંકાવાની અપેક્ષા પણ ઘણી ઓછી છે. મેચ દરમિયાન વરસાદ થવાની કોઈ શક્યતા નથી. સેન્ટ જ્યોર્જ ઓવલની જેમ બોલેન્ડ પાર્ક બેટ્સમેન અને બોલરોને સમાન રીતે મદદ કરશે. આ મેદાન પર ફાસ્ટ બોલરોને નવા બોલથી પ્રથમ 10 ઓવરમાં ઘણી મદદ મળે છે. શરૂઆતમાં બેટ્સમેન માટે બોલનો સામનો કરવો મુશ્કેલ રહે છે, પરંતુ થોડા સમય પછી એટલે કે 10-15 ઓવર પછી બેટ્સમેન માટે આ પીચ પર રમવું સરળ બની જાય છે.
આ મેદાનની બાઉન્ડ્રી ઘણી નાની છે, અને આઉટફિલ્ડ ફાસ્ટ છે, એટલે કે આ મેચમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થઇ શકે છે. આ મેદાન પર ODI માટે સરેરાશ સ્કોર 236 રન છે, પરંતુ આ મેચમાં સ્કોર 300 રનની નજીક પહોંચી શકે છે. આ મેદાન પર સર્વોચ્ચ સ્કોર 353 રન છે, જ્યારે આ મેદાન પર અત્યાર સુધીમાં સૌથી સફળ રન ચેઝ 288 રનનો છે. આ મેદાન પર રમાયેલા છેલ્લા 15 મેચો પર નજર કરીએ તો, આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનાર ટીમ 8 મેચ જીતી છે, અને બીજી બેટિંગ કરનારી ટીમે 6 વખત મેચ જીતી છે, જ્યારે એક મેચ ટાઈ રહી હતી.
આ સિરીઝમાં ભારત માટે 2 ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું છે. સાઈ સુદર્શને પ્રથમ મેચમાં ડેબ્યૂ કર્યું હતું અને બીજી મેચમાં રિંકુ સિંહે ડેબ્યૂ કર્યું હતું. આજે વધુ એક યુવા ખેલાડીનું ODI ડેબ્યુ થાય એવી શક્યતા છે. મુકેશ કુમાર ત્રીજી વનડેમાં નહીં રમે તો તેના સ્થાને બંગાળના ખેલાડી આકાશ દીપને ટીમમાં સ્થાન મળી શકે છે.
ત્રીજી વનડેમાં ભારતીય ટીમ પ્લેઇંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. વનડે સિરીઝ બાદ ટેસ્ટ સિરીઝ પણ રમવાની છે. ટીમ મેનેજમેન્ટ મુકેશ કુમારને આજની મેચમાં આરામ આપી શકે છે. નોંધનીય છે કે મોહમ્મદ શમી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે માટે મુકેશ કુમારને ટેસ્ટ ટીમમાં સ્થાન મળી શકે છે.
ટીમ મેનેજમેન્ટ અનુભવી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને પણ તક આપી શકે છે. વિજય હજારે ટ્રોફીમાં હરિયાણા માટે યુઝવેન્દ્ર ચહલે સારું પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં, ટીમ મેનેજમેન્ટે કુલદીપ યાદવ અથવા અક્ષર પટેલમાંથી એકને બહાર રાખીને યુઝવેન્દ્ર ચહલ માટે જગ્યા બનાવવી પડશે.
ત્રીજી ODI માટે ભારતીય સંભવિત પ્લેઇંગ 11: રૂતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, કેએલ રાહુલ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, મુકેશ કુમાર/ આકાશ દીપ
ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…
ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ... નામ જાણશો તો...