
ગુવાહાટી: આજે ભારતનો અહીં છેલ્લી ટેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયન સાઉથ આફ્રિકા સામે 408 રનથી પરાજય થયો છે.
ભારતનો 93 વર્ષના પોતાના ટેસ્ટ (test) ઇતિહાસમાં રનના માર્જિનની દ્રષ્ટિએ આ સૌથી ખરાબ પરાજય છે. ભારતીય ટીમ 549 રનના લક્ષ્યાંક સામે માત્ર 140 રનમાં આઉટ થઈ ગઈ હતી.

સાઈ સુદર્શન (139 બૉલમાં 14 રન) તેમ જ રવીન્દ્ર જાડેજા (87 બૉલમાં 54 રન)એ પ્રવાસી ટીમના બોલર્સને જોરદાર લડત આપી હતી. સ્પિનર સાઇમન હાર્મરે છ વિકેટ તેમ જ કેશવ મહારાજે બે, મુથુસામીએ એક અને યેનસેને એક વિકેટ લીધી હતી.
સાઉથ આફ્રિકાએ ભારતનો આ સિરીઝમાં 2-0થી વાઈટવૉશ કર્યો છે. હોમ પિચ પર ભારતનો છેલ્લી ત્રણમાંથી બે શ્રેણીમાં વાઈટવોશ થયો છે. ગયા વર્ષે ન્યૂ ઝીલેન્ડ વિરુદ્ધ 0-3થી હાર્યા હતા.

ટેમ્બા બવુમા (Bavuma)ની કેપ્ટન્સીમાં સાઉથ આફ્રિકા ટેસ્ટમાં હજીયે અપરાજિત છે.



