સ્પોર્ટસ

IND vs SA 2nd Test: કેપ ટાઉનમાં આજથી બીજી ટેસ્ટ, મેચનો સમય બદલાયો, જાણો A to Z રીપોર્ટ

કેપ ટાઉન: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ આજે 3 જાન્યુઆરીથી કેપટાઉનના ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં રમશે. દક્ષિણ આફ્રિકાની ટીમે પહેલી મેચ જીતી 2 મેચની સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. આ સાથે ભારતનું સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહશે, હવે ભારતીય ટીમ આ મેચ જીતીને સિરીઝ 1-1થી ડ્રો કરવાના ઈરાદે મેદાન પર ઉતરશે. સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ ટેબલમાં પણ સુધારો કરવા પ્રયત્નો કરશે. આજે મેચનો સમય પણ બદલાયો છે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાના બદલે બપોરે 2 વાગ્યે શરૂ થશે.

ભારતીય ટીમ કેપટાઉનમાં ક્યારેય ટેસ્ટ મેચ જીતી શકી નથી. આ મેદાન પર ભારતીય ટીમે અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી 4માં હાર થઈ છે અને 2 મેચ ડ્રો રહી છે. ભારતીય ટીમ કેપટાઉનમાં પોતાના ખરાબ રેકોર્ડને પણ સુધારવાનો પ્રયાસ કરશે.


ન્યુલેન્ડ્સ મેદાનની પીચ પર સારી માત્રામાં ઘાસ છે. સામાન્ય રીતે અહીં આટલું ઘાસ જોવા મળતું હોય છે. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલરોને મદદ મળવાની આશા છે. હવામાન પણ ફાસ્ટ બોલરોને મદદ કરે એવું જણાય રહ્યું છે. કેપ ટાઉનની હવામાન એજન્સીના જણાવ્યા મુજબ મેચ દરમિયાન હળવો પવન ફૂંકાશે, જેના કારણે બોલને વધુ મુવમેન્ટ મળશે. મેચની શરૂઆતમાં ફાસ્ટ બોલરો ચોક્કસપણે પ્રભુત્વ જમાવશે, પરંતુ જેમ જેમ મેચ આગળ વધશે તેમ સ્પિનરોની ભૂમિકા પણ મહત્વની રહેશે.


કેપટાઉનમાં મેચ દરમિયાન વરસાદની શક્યતા નથી, પાંચ દિવસ સુધી હવામાન સ્વચ્છ રહેશે. હળવા અને ભારે પવન ફૂંકાતા રહેશે, હળવા વાદળો પણ રહી શકે છે પરંતુ તેનાથી મેચમાં કોઈ અડચણ નહીં આવે.


ભારતીય ટીમ મેનેજમેન્ટ પ્લેઈંગ 11માં 2 ફેરફાર કરી શકે છે. રવિન્દ્ર જાડેજા ફિટ થઈ ગયો છે. આવી સ્થિતિમાં તેનું ટીમમાં સ્થાન નિશ્ચિત છે. આ સિવાય શાર્દુલ ઠાકુર અથવા પ્રસિદ્ધ ક્રિશ્નાના સ્થાને મુકેશ કુમારને તક મળી શકે છે. મોહમ્મદ શમીના સ્થાને અવેશ ખાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેને ડેબ્યુ કરવાની તક મળી શકે છે.


બંને ટીમના પ્લેઇંગ-11:
ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ/મુકેશ કુમાર/આવેશ ખાન.

દક્ષિણ આફ્રિકા: ડીન એલ્ગર (કેપ્ટન), એડન માર્કરમ, ટોની ડીજ્યોર્જ, કીગન પીટરસન, ઝુબેર હમઝા, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરેન (વિકેટ કિપર), માર્કો યાનસીન, કેશવ મહારાજ/લુંગી એનગીડી, કાગીસો રબાડા, નંદ્રે બર્જર.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button