સ્પોર્ટસ

શનિવારથી બીજી ટેસ્ટઃ ટીમ ઇન્ડિયાએ અઢી દાયકાની કઈ પરંપરા જાળવવા કમર કસી છે?

ગુવાહાટીઃ ભારત શનિવારે (સવારે 9.00 વાગ્યે) શરૂ થતી બીજી ટેસ્ટ (Test) જીતશે તો વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા સામેની સિરીઝ 1-1થી બરાબરીમાં થઈ જશે, પરંતુ જો આ મૅચ ડ્રૉમાં જશે અથવા સાઉથ આફ્રિકા જીતી જશે તો ભારતીય ટીમ મોટી શરમજનક સ્થિતિમાં મુકાઈ જશે.

કારણ એ છે કે સાઉથ આફ્રિકા છેલ્લે (હન્સી ક્રૉન્યેના સુકાનમાં) 2000ની સાલમાં ભારતની ધરતી પર ટેસ્ટ-શ્રેણી જીત્યું હતું. ત્યાર પછીના પચીસ વર્ષમાં ક્યારેય સાઉથ આફ્રિકનો ભારતમાં ટેસ્ટ સિરીઝ નથી જીતી શક્યા. શુભમન ગિલ ગરદનના દુખાવાને કારણે નથી રમવાનો એટલે ટીમ ઇન્ડિયાને જિતાડવાનો મોટો બોજ કાર્યવાહક સુકાની રિષભ પંત (Rishabh pant) પર છે.

જો ગુવાહાટીની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ હારી જશે તો ટેમ્બા બવુમાની ટીમે ભારતમાં બહુ મોટી સિદ્ધિ મેળવી કહેવાશે. એક સમય હતો જ્યારે ભારતે 2013થી 2024 સુધીમાં સતત 18 ટેસ્ટ-સિરીઝ જીતી હતી જે વિક્રમ હતો.

બન્ને દેશની સંભવિત પ્લેઇંગ-ઇલેવનઃ

ભારતઃ રિષભ પંત (કૅપ્ટન, વિકેટકીપર), યશસ્વી, રાહુલ, સુદર્શન, જુરેલ, નીતીશ રેડ્ડી, જાડેજા, વૉશિંગ્ટન, કુલદીપ, બુમરાહ, સિરાજ.

સાઉથ આફ્રિકાઃ ટેમ્બા બવુમા (કૅપ્ટન), માર્કરમ, રિકલ્ટન, મુલ્ડર/બે્રવિસ/મુથુસામી, ટૉની ઝોર્ઝી, સ્ટબ્સ, વેરાઇન (વિકેટકીપર), યેનસેન, હાર્મર, મહારાજ, ઍન્ગિડી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button