ભારતને સતત ત્રીજી મૅચમાં પણ બૅટિંગ મળી અને સૅમસનનો ફરી ઝીરો
આવેશના સ્થાને ઑલરાઉન્ડર રમણદીપ સિંહને ડેબ્યૂનો મોકો મળ્યો
સેન્ચુરિયનઃ સાઉથ આફ્રિકાના કૅપ્ટન એઇડન માર્કરમે અહીં આજે સતત ત્રીજી મૅચમાં પણ ટૉસ જીત્યો હતો અને ફીલ્ડિંગ પસંદ કરી હતી. એ સાથે, સૂર્યકુમાર યાદવના સુકાનમાં ટી-20 સિરીઝ રમી રહેલી ભારતીય ટીમને લાગલગાટ ત્રીજી વાર બૅટિંગ સાથે મૅચની શરૂઆત કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે ઓપનર સંજુ સૅમસન ફરી એકવાર ઝીરોમાં વિકેટ ગુમાવી બેઠો હતો. તેને ફાસ્ટ બોલર માર્કો યેનસેને ક્લીન બોલ્ડ કર્યો હતો.
ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો. પેસ બોલર આવેશ ખાનના સ્થાને પેસ બોલિંગ ઑલરાઉન્ડર રમણદીપ સિંહને
આ પણ વાંચો :સંજુ સૅમસને ટી-20ના રૅન્કિંગમાં લગાવી ઊંચી છલાંગ
ભારત અને સાઉથ આફ્રિકા એક-એક મૅચ જીતી ચૂક્યા હોવાથી ચાર મૅચની સિરીઝ 1-1ની બરાબરીમાં રહ્યા બાદ બન્ને ટીમ ત્રીજી મૅચ જીતવાના આશય સાથે મેદાન પર ઊતરી હતી.
નવો ખેલાડી રમણદીપ સિંહ 27 વર્ષનો છે અને ફક્ત ચાર ફર્સ્ટ-ક્લાસ મૅચ રમ્યો છે. એમાં તેણે 167 રન બનાવ્યા છે, પરંતુ એક પણ વિકેટ નથી લઈ શક્યો.