સ્પોર્ટસ
IND vs NZ Test Day 1: વરસાદને લીધે બેંગલૂરુ ટેસ્ટ સમયસર શરૂ ન થઈ શકી
બેંગલૂરુ: અહીં રાતભર એકધારા વરસાદને કારણે ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ સમયસર શરૂ નહોતી થઈ શકી. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમના ગ્રાઉન્ડ પરની પિચ પર કવર ઢાંકવામાં આવ્યું હોવાથી એ એકદમ સલામત છે, પરંતુ આઉટફીલ્ડનો ઘણો ભાગ ભીનો છે.
| Also Read: બુધવારથી પ્રથમ ટેસ્ટ: ભારત ફેવરિટ, પણ મેઘરાજા મજા બગાડી શકે…
આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે વરસાદ ધીમો પડી ગયો હતો. જોકે ટૉસ માટે હજી થોડો સમય લાગશે એવું સ્ટેડિયમના સત્તાવાળાઓએ કહ્યું હતું. ભારતીય ટીમ ઘરઆંગણે બાંગ્લાદેશને ટેસ્ટ સીરીઝમાં 2-0થી હરાવીને આ નવી સિરીઝ રમવા બેંગલુરુ આવી છે. ન્યૂ ઝીલેન્ડની ટીમ શ્રીલંકામાં 0-2થી હાર્યા બાદ ભારતના પ્રવાસે આવી છે. મંગળવાર રાતથી જ વરસાદ હોવાથી માંડ 1000 જેટલા પ્રેક્ષકો જ સ્ટેડિયમમાં આવ્યા છે.
Taboola Feed