સ્પોર્ટસ

IND vs NZ: પુણે ટેસ્ટમાં યશસ્વી-ગિલની આક્રમક બૅટિંગ, હવે જીતવા આટલા રન બાકી…

પુણે: અહીં ભારતને આજે ન્યૂ ઝીલેન્ડે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે જીતવા માટે 359 રનનો પડકારરૂપ ટાર્ગેટ આપ્યો ત્યાર બાદ ટીમ ઇન્ડિયાએ રોહિત શર્મા (16 બૉલમાં આઠ રન)ની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. જોકે યશસ્વી જયસ્વાલ તથા શુભમન ગિલે આક્રમક બૅટિંગ કરીને ભારતના વિજયની આશા જીવંત રાખી હતી.

| Also Read: હવે ભારતીય બેટર્સની ખરી કસોટી, પુણે ટેસ્ટમાં મળ્યો આટલા રનનો લક્ષ્યાંક…



લંચ-બ્રેક વખતે ભારતનો સ્કોર એક વિકેટના ભોગે 81 રન હતો અને જીતવા માટે બીજા 278 રન બાકી હતા.
યશસ્વી જયસ્વાલ 46 રને રમી રહ્યો હતો. તેણે 36 બૉલમાં ત્રણ સિક્સર અને ત્રણ ફોર ફટકારી હતી. ગિલ 22 રને રમી રહ્યો હતો. 20 બૉલની તેની આ નોટઆઉટ ઇનિંગ્સમાં ચાર ફોર સામેલ હતી. રોહિત શર્માની વિકેટ પહેલા દાવમાં સાત વિકેટ લેનાર સ્પિનર મિચલ સેન્ટનરે લીધી હતી.

યશસ્વી-ગિલની ભાગીદારી પર બહુ મોટો આધાર છે. ત્યાર પછી વિરાટ કોહલી, સરફરાઝ ખાન, રિષભ પંત, આર. અશ્વિન અને રવીન્દ્ર જાડેજાની પણ બૅટિંગમાં પરીક્ષા થશે. ઘરઆંગણે સાવજ કહેવાતા ભારતીય બૅટર્સે ટીમને સિરીઝની હારથી બચાવવા આ મૅચ જીતાડી આપવી જ પડશે. જો ન્યૂ ઝીલેન્ડ આ ટેસ્ટ પણ જીતી જશે તો ભારતની ધરતી પર બંને દેશ વચ્ચેના ૬૯ વર્ષના ઇતિહાસમાં એનો સૌપ્રથમ સિરીઝ-વિજય કહેવાશે.

પહેલા દાવમાં 103 રનની સરસાઇ લેનાર કિવીઓની ટીમ આજે બીજા દાવમાં 255 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. એમાં કેપ્ટન ટોમ લેથમના 86 રન, ગ્લેન ફિલિપ્સના અણનમ 48 અને વિકેટકીપર ટોમ બ્લન્ડેલના 41 રન હતા.
પ્રથમ દાવમાં ન્યૂ ઝીલેન્ડની સાત વિકેટ લેનાર સ્પિનર વોશિંગ્ટન સુંદરે બીજા દાવમાં ચાર વિકેટ લીધી હતી. ત્રણ વિકેટ રવીન્દ્ર જાડેજાએ તેમ જ બે વિકેટ આર. અશ્વિને મેળવી હતી. વિલિયમ ઑ’રુર્કે 10મિ વિકેટના રૂપમાં વોશિંગ્ટન સુંદર અને જાડેજાના હાથે રનઆઉટ થયો હતો.

| Also Read:

ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ અને સાઉથ આફ્રિકા સામે ટી20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોને કોને મળ્યું સ્થાન


એ સાથે, આ મૅચમાં ન્યૂ ઝીલેન્ડની 20માંથી 19 વિકેટ ભારતીય સ્પિનર્સે લીધી છે. પહેલા દાવમાં ન્યૂ ઝીલેન્ડના 259 રન હતા, જ્યારે ભારતીય ટીમ ફક્ત 156 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
ન્યૂ ઝીલેન્ડની ટીમ આ શ્રેણીમાં 1-0થી આગળ છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button