શનિવારે વર્લ્ડ કપ પહેલાંનું આખરી રિહર્સલ

તિરુવનંતપુરમઃ અહીં શનિવારે (સાંજે 7.00 વાગ્યાથી) ભારત અને ન્યૂ ઝીલૅન્ડ (New Zealand) વચ્ચે પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની અંતિમ મૅચ રમાશે અને આ મુકાબલો બન્ને દેશ માટે ટી-20 વર્લ્ડ કપ પહેલાંનો અંતિમ ટી-20 મુકાબલો છે જે સૌથી અગત્યના રિહર્સલ જેવો બની રહેશે.
ભારત (India)ને ઓપનર સંજુ સૅમસનના નબળા ફૉર્મની ચિંતા છે તેમ જ વાઇસ-કૅપ્ટન અક્ષર પટેલની ઈજા વિશે પણ ટીમ ચિંતિત છે. જોકે ઇશાન કિશન ફરી ફિટ થઈ જતાં ટીમ સ્ટ્રૉન્ગ બની જશે. બીજી તરફ, ન્યૂ ઝીલૅન્ડની ટીમ જે સિરીઝ હારી ચૂકી છે એ પરાજયના માર્જિનને 1-3થી ઘટાડીને 2-3નું કરવા ઉત્સુક હશે.
વર્લ્ડ કપ સાતમી ફેબ્રુઆરીએ શરૂ થશે. ન્યૂ ઝીલૅન્ડની ટીમ ફિન ઍલનના કમબૅકથી મજબૂત બની છે. સ્પિનર ઇશ સોઢી ન્યૂ ઝીલૅન્ડના સૌથી સફળ ટી-20 બોલર ટિમ સાઉધીથી થોડો જ દૂર છે. સાઉધીના નામે 164 વિકેટ છે, જ્યારે સોઢી 162 વિકેટ લઈ ચૂક્યો છે.
સૂર્યકુમાર યાદવ હવે ફૉર્મમાં આવી ગયો છે. તે 33 રન કરશે એટલે ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં 3,000 રન પૂરા કરનાર 12મો ખેલાડી બનશે.
આ પણ વાંચો સિદ્ધેશ લાડની સીઝનમાં પાંચમી સેન્ચુરી



